બત્તી ગુલ, મીટર ચાલુમાં શાહીદ કપુર ડાન્સર તરીકેની એની કાબેલિયત દર્શકોને બતાવશે..

0
1044

શાહીદ કપુર અને શ્રદ્ધા કપુરની ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુનું શૂટિંગ હાલમાં પુરજોશમાં ચાલી રહ્યું છે. શાહીદ કપુરે ફિલ્મમાં એની જુદી જુદી લુકના ફોટાઓ પણ એના ચાહકો માટે ટવીટર પર રજૂ કર્યા છે. એમાં શાહીદ એક તસવીરમાં નૃત્ય કરતો  જોવા મળે છે. શાહીદે એક કુશળ અભિનેતા તરીકે એની યોગ્યતા પુરવાર કરી છે. ફિલ્મ હૈદરમાં એણે ભજવેલી ભૂમિકાની ખૂબ પ્રશંસા થઈ હતી. ઉત્તમ અભિનય માટે શાહીદને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ પણ એનાયત થયો હતો. જોકે શાહીદની કેટલીક ફિલ્મોએ ટિકિટબારી પર નિષ્ફળતા મેળવી હતી. આમ છતાં શાહીદે ભજવેલી ભૂમિકાના સહુએ વખાણ કર્યા હતા. શાહીદ એક કાબેલ કલાકાર હોવાની સાથે સાથે એક કુશળ ડાન્સર પણ છે. એણે કરેલા કેટલાક ડાન્સ સોન્ગને ચાહકો હજી પણ યાદ કરે છે.