બડજાત્યાની ફિલ્મમાં સલમાન ખાનની ભાણેજ અલીજેહ અગ્નિહોત્રી હીરોઈન તરીકે ભૂમિકા ભજવશે..

     

      બોલીવુડના આધારભૂત સમાચાર સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, સલમાન ખાનની ભાણેજ અલીઝેહ અગ્નિહોત્રી સૂરજ બડજાત્યાની ફિલ્મમાં હીરોઈનની ભૂમિકા સાથે હિન્દી ફિલ્મ જગતમાં પદાર્પણ કરશે. સૂરજ બડજાત્યાના યુવાન અને પ્રતિભાશીલ પુત્ર અવનિશ આ ફિલ્મમાં પ્રથમવાર નિર્દેશકની જવાબદારી સંભાળશે. એ રીતે અવનિશની પણ નિર્દેશક તરીકે આ ડેબ્યુ ફિલ્મ હશે. સની દેઓલના નાના પુત્ર રાજબીર દેઓલ આ ફિલ્મમાં હીરો તરીકે ડેબ્યુ કરશે. ફિલ્મ જગતના જાણકારોના જણાવ્યા અનુસાર, અલીઝેહ અને રાજવીરની કેમેસ્ટ્રી ટિકિટબારી પર સફળતાનો ડંકો બજાવશે. સલમનાન ખાનની બહેન અલવીરાની પુત્રી અલીઝેહ સોશ્યલ મિડિયા પર પણ બહુ જ એકટિવ છે. તે તમામ ખાન પરિવારની લાડકી છે તેમજ ખાસ તો એના મામા સલમાન ખાન એની કારકિર્દી ઘડવા બાબત ખૂબ કાળજી લઈ રહ્યા છે. રાજશ્રી ફિલ્મસના બેનર હેઠળ રજૂ થતી ફિલ્મોનો એક ખાસ ચાહકવર્ગ છે.. હમ આપકે હૈ કૌન, હમ સાથ સાથ હૈ, પ્રેમ રતન ધન પાયો- જેવી પારિવારિક ફિલ્મોને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી.