બજેટ સત્રના દ્વિતીય ચરણનો આરંભ- આ સત્ર 3 એપ્રિલ સુધી ચાલશે. .. વિપક્ષો દિલ્હીમાં  થયેલી હિંસાના પ્રકરણને ચગવવાના મુડમાં છે.. વિરોધ પક્ષો સરકારને ઘેરવા માગે છે. વિરોધ પક્ષ ગૃહપ્રધાન અમિત શાહના રાજીનામાની માગણી કરી રહ્યો છે…

0
919

 

      બજેટ સત્રનો પહેલો તબક્કો 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી ચાલ્યો હતો. હવે સત્રના બીજા ચરણનો આરંભ થયો છે, જે છેક 3 એપ્રિલ સુધી ચાલશે. 

      કોંગ્રેસ, ડાબેરીઓ, બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પક્ષ, મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ, રાજદ મળીને વિરોધ કરી રહ્યા છે, તેમણે ગૃહપ્રધાન શ્રી અમિત શાહના રાજીનામાની માગણી કરી છે. બસપાના નેતા દાનિશ અલીએ દિલ્હીની હિંસાના મામલે સભામોકૂફીની નોટિસ આપી છે. દિલ્હીની હિંસાના મુદા્નો કેન્દ્રમાં રાખીને વિપક્ષો તમામ ચર્ચા કરવા માગે છે. સંસદના બન્ને ગૃહોમાં સભા મોકૂફની દરખાસ્ત રજૂ કરવા નોટિસ અપાઈ ગઈ છે. દિલ્હીની હિંસામાં અનેક નિર્દોષ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. હિંસાને કારણે સમગ્ર દિલ્હીમાં ભય અનૈે દહૈેશતનું વાતાવરણ સર્જાયું હતું. ગોળીબાર, છરાભોંક અને સ્કૂટર, બસ , મોટરકારોને આગ લગાડી ફૂંકી મારવાના અનેક કિસ્સા બન્યા હતા. પરિસ્થિતિને કાબૂમાં લાવવું પોલીસ માટે પણ મુશ્કેલ બન્યું હતું. ચોક્કસ વિસ્તારોમાં કરફયુ લાદીને દેખો ત્યાં ઠાર કરોના આદેશ આપવામાં આવ્યા હતા. આ બધી પરિસ્થિતિ અંગે સંસદના બન્ને ગૃહોમાં ધાંધલ સાથે વિરોધ થવાનો એ, વાત નક્કી છે. વડાપ્રધાલ નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠકમાં જણાવ્યું હતું કે, ઉપરોક્ત સત્રમાં માત્ર આર્થિક મુદા્ઓ પર જ વિસ્તૃત ચર્ચા થવી જોઈએ. દેશ હાલમાં આર્થિક મંદીની દશામાંથી પસાર થઈ રહ્યોછે. બેરોજગારી અને મોંઘવારી વધતી જાય છે. આથી વિરોધ પક્ષ આક્રમક બનીને સરકાર પાસે જવાબ માગવાની તૈયારીઓ કરી રહ્યો છે.