બજેટના પ્રત્યાઘાતઃ

નોટબંધીના વિવાદાસ્પદ પગલા અને જીએસટીના ઉતાવળા અમલીકરણ પછી લોકોએ બજેટમાંથી ઘણી અપેક્ષાઓ રાખી હતી કે કેન્દ્ર સરકારનું બજેટ આર્થિક સ્થિતિઓમાં સુધારા લાવવા માટે જાહેરાતો સાથે આવશે, પરંતુ સૂચિત બજેટ બજારને પ્રોત્સાહન આપવા માટે કોઈ ચોક્કસ દિશા નિર્દેશ નથી આપતું.
જીએસટીના અમલીકરણ પછી પણ રાજકોષીય ખાધ ઘટાડવામાં નથી આવી અને તેમાં ફક્ત 3.5 ટકાથી 3.3 ટકા સુધીનો ઘટાડો થયો છે. પગારદાર વ્યક્તિને એક તરફ રૂ. 40,000ના સ્ટાન્ડર્ડ ડિડકશનની જોગવાઈ આપી જ્યારે બીજી તરફ 34,200 રૂપિયાના મળતા ભથ્થાંઓ પાછા ખેંચી લીધેલ છે જેથી તેમને ફક્ત રૂ. 5,800 પર આવક વેરામાં રાહત મળે તેમ છે. શેર્સ અને મ્યુચ્યુઅલ ફંડ પર લોંગટર્મ કેપિટલગેઇનની રજૂઆતની શેરબજાર પર મોટી નકારાત્મક અસર પડશે. નાના કોર્પોરેટ પર ટેક્ષનો ઘટાડો એક આવકારદાયક પગલું છે, પરંતુ કોર્પોરેટ્સ દ્વારા આવી વધુ પ્રકારની રાહતની અપેક્ષા હતી. એકંદરે બજેટ ભવિષ્યના વિકાસ માટે દિશા નિર્ધારિત નથી. કરતું.