બંધારણના ઘડવૈયા આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર કહે છેઃ સવેળા જાગો, નહિતર કાશ્મીરથીય બદતર હાલત થશે..

0
1060

ભારતીય બંધારણના ઘડવૈયાઓમાં જેમનું સ્થાન છે તે બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે જણાવ્યું હતું કે, ભારતમાં લધુમતીઓ પોતાની જાતને અસુરક્ષિત માને છે. મુસ્લિમ સમુદાય તે પહેલે થી જ નારાજ છે. હવે તો  ખ્રિસ્તી અને જૈન સમુદાય પણ સરકારથી નારાજ થયો છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિષયક કાનૂનને કમજોર કરતા સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં દલિત સમુદાય દ્વારા યોજવામાં આવેલા ભારત બંધ દરમિયાન અરાજકતા અને હિંસા અંગે પ્રકાશ આંબેડકરે આકરો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સરકાર હજી નહિ જાગે કે સુધારાભર્યો નિર્ણય નહિ લે તો કાશ્મીરથીય વધુ બદતર પરિસ્થિતિ ઊભી થશે.

પ્રકાશ આંબેડકરે સુપ્રીમ કોર્ટના ફેંસલા બાબત પણ નારાજી વ્યક્ત કરી હતી. દલિત એકટની અંતર્ગત, કરાયેલી જોગવાઈનો દુરુપયોગ થઈ શકે છે એવી સુપ્રીમ કોર્ટની દલીલ પણ યોગ્ય નથી.