બંગાળમાં ફરી મમતા બેનરજીનો જયજયકાર : ૧૦૩ નગરપાલિકાઓમાં જીત 

 

કલકત્તાઃ બંગાળમાં નગર પાલિકાઓની ચૂંટણીમાં પણ મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસનો દબદબો યથાવત રહ્યો છે . બીજી તરફ ભાજપ અને બીજી પાર્ટીઓનો સફાયો થઈ ગયો છે . બંગાળની ૧૦૮ નગર પાલિકાઓ પૈકી ૧૦૩ માં ટીએમસીએ વિજય મેળવ્યો છે . જ્યારે ડાબેરી પક્ષોના ફાળે એક નગર પાલિકા આવી છે . ત્રણ નગર પાલિકાઓમાં કોઈને બહુમત મળી નથી . બીજી તરફ ભાજપ અને કોંગ્રેસને એક પણ નગર પાલિકામાં જીત મળી નથી . આ ચૂંટણીએ ફરી સાબિત કર્યુ છે કે , બંગાળની રાજનીતિ પર ટીએમસી સંપૂર્ણપણે કબ્જો કરીને બેઠું છે . ટીએમસીએ કહ્યુ હતુ કે , જેને વોટ આપ્યો છે તેનો પણ આભાર અને જેણે વોટ નથી આપ્યો તેનો પણ આભાર . બંગાળની સંસ્કૃતિ એકતાની સંસ્કૃતિ છે . વિરોધી ઉમેદવારોને અપીલ છે કે , તેમે જ્યારે પણ કોઈ જરૂર હોય તો અમે પુરી કરીશું . આ પહેલા કોંગ્રેસે અને ભાજપે ચૂંટણીમાં ટીએમસી ૫૨ ગરબડ કરવાનો આરોપ લગાવ્યો હતો .