બંગાળની રાજનીતિમાં ગુંજી રહ્યું છે : જય જય જય શ્રીરામ …

0
888

 

  

હા, ચૂંટણીની ઉત્તેજના હાલ પશ્ચિમ બંગાળમાં ચરમ સીમાએ  છે.. એમાંય બંગાલના આજકાલ તૃણમૂલ અને ભાજપ સામસામે છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને હિંદુત્વ અને હિંદુ ધર્મ સામે ખાસ અમગમો છે. આથી તેમના રાજ્ય પશ્ચિમ બંગાળમાં હિંદુ પ્રજાનું ઝાઝું ઉપજતું નથૂી. પૂર્વગ્રહમંડિત મમતા બેનરજી સામે પ્રહાર કરતા ભાજપના પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે, જયશ્રી રામ બોલતા એમને કોઈ નહિ રોકી શકે. જયશ્રી રામના નામે મોદી અને મમતા બેનરજી વચ્ચે શાબ્દિક ખેંચતાણ ચાલી રહી છે. તેમાં વચ્ચે અમિત શાહ કૂદી પડયા છે. અમિત શાહે કહ્યું હતું કે, જો ભારતમાં રહીને જયશ્રી રામના નારા નહિ લગાવીએ તો શું પાકિસ્તાનમાં જઈને લગાવીશું ??શ્રી રામ અમારા હિંદુઓના આરાધ્ય દેવ છે એટલે અમે જયજયકારના નારા તો અમે જરૂર લગાવીશું.

    ભાજપના પ્રમુખ અમિત શાહે કહ્યું હતું કે, ભાજપની સરકાર સત્તા પર આવતાં નવી સાથે જ નાગરિકતા અંગેનું બિલ સંસદમાં રજૂ કરવામાં આવનશે. ભારતમાં ધુસણખોરી કરનારા લોકો દેશને  બરબાદ કરી રહ્યા છે, તેમનવે હરગિઝ નહિ છોડવામાં આવે. પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગી પડી છે. મમતા બેનરજી વડાપ્રદાન નરેન્દ્ર મોદીને વડાપ્રધાન માનતા નથી. તેમને માન  આપતાં નથી. તેઓ બંધારણનું અપમાન કરી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here