ફ્લોરિડામાં ૧૨ માળની ઇમારત ધરાશાયી, ગુજરાતી પરિવાર સહિત ૯૯ લોકો લાપતા

 

ફ્લોરિડાના મિયામીમાં સમુદ્રની પાસે બનેલી એક ૧૨ માળની શૈમ્પ્લેન ટાવર્સ નામની બિલ્ડિંગ અચાનક ઢળી પડી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધી એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ૯૯ લોકોનો કોઇ પત્તો મળ્યો નથી. રેસ્ક્યુ ટીમ દ્વારા અત્યાર સુધી ૧૦૨ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. કાટમાળ નીચે દબાયેલા લોકોને બચાવવા માટે ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ સાથે સ્થાનિક પોલીસ પણ મદદ કરી રહી છે. ગુમ લોકોમાં એક ગુજરાતી પરિવારની ભાવના પટેલ (૩૮), તેમના પતિ વિશાલ (૪૧), અને એક વર્ષની પુત્રી ઇશા સામેલ છે. 

બચાવ દળ ગુમ લોકોને શોધવા માટે સોનાર ટેક્નોલોજી અને ડોગ-સ્ક્વોડની મદદ લઇ રહ્યા છે. મિયામી-ડેનાના પોલીસ ડાયરેક્ટર ફ્રેંડી રેમિરેઝએ જણાવ્યું કે તેમની ટીમ રેસ્ક્યૂ એન્ડ સર્ચ મોડ પર કામ કરી રહી છે. ટીમના સતત પ્રયત્નો ચાલુ છે. કાટમાળ નીચે અવાજ સંભળાઇ રહ્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને અહીં ઈમર્જન્સી લાગુ કરી દીધી છે. રેસ્ક્યુ ટીમે કેમ્પ્લેન ટાવરના નામના આ બિલ્ડિંગની નીચે બનેલા અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં સુરંગ ખોદવાનું કામ શરૂ કર્યું છે, જેથી કેમ્પ્લેન ટાવરમાં બચેલા લોકોને શોધી શકાય છે. મિયામી-ડેડના પોલીસ ડાયરેક્ટર ફ્રેડી રેમિરેઝે જણાવ્યું હતું કે તેમની ટીમ રેસ્ક્યુ એન્ડ સર્ચ મોડ પર કામ કરી રહી છે. આ ટીમે આખી રાત કામ કર્યું છે અને સતત કોશિશ જ ચાલુ છે. કાટમાળમાંથી કેટલાક લોકોના અવાજ સંભળાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ૩૫ લોકોને બચાવી લેવાયા છે.