ફ્રાન્સે મુસ્લિમ વસ્તી વધતી રોકવા કાયદો બન્યોઃ સંભવત પહેલો દેશ

 

પેરિસઃ ફ્રાન્સની રાષ્ટ્રીય સભાએ મંગળવારે મુખ્યત્વે નગરો અને શહેરોમાં ઇસ્લામ ધર્મના વધારાને રોકવા માટે બનાવાયેલા કાયદાને મંજૂરી આપી હતી. ફ્રાન્સમાં પયગંબર મોહમ્મદનું કાર્ટૂન બતાવ્યા પછી એક શખ્સે શિક્ષકનો શિરચ્છેદ કર્યો હતો. ત્યાર પછી એક ચર્ચમાં એક આતંકી શખ્સે બે લોકોની હત્યા કરી હતી. આ બનાવો પછી ફ્રાન્સની સરકાર અહીં ઇસ્લામ ધર્મના વધારાને રાષ્ટ્રીય એકતાને જોખમ તરીકે જોતી હતી. નવા કાયદામાં કોઈ પણ ખાસ ધર્મ વિશે ઉલ્લેખ થયો નથી, પરંતુ આ કાયદા મુજબ જબરજસ્તીથી કરાતા લગ્ન અને યુવતીઓના કૌમારત્વના પરીક્ષણો પર પ્રતિબંધ મૂકાયો છે.

આ નવા કાયદા મુજબ શાળાઓની બહાર બાળકોને અપાતી અન્ય તાલીમ અને શિક્ષણ સામે, ધાર્મિક સંગઠનો સામે સખત પગલાં સામેલ છે. ફ્રાન્સની મુસ્લિમ વસ્તી આશરે ૨૫ મિલિયનની આસપાસ છે, જેમના કુટુંબનો મૂળ અલ્જેરિયા અથવા તેના અગાઉના સામ્રાજ્યના અન્ય ભાગોમાં છે. આ કાયદાને ફ્રાન્સના નીચલા ગૃહમાં ૩૪૭ઃ૧૫૧ વોટ મળ્યા હતા.

દેશ તાજેતરના વર્ષોમાં ઇસ્લામવાદી આતંકવાદી હુમલાઓનું મોજું સહન કરી રહ્યું છે, અને આવતા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ધાર્મિક ઉગ્રવાદ, ફ્રેન્ચ ઓળખ અને ઘરેલું સલામતીનો  મોટો મુદ્દો હશે. ફ્રાન્સમાં રાજ્ય અને ધર્મના વિભાજનને સમર્થન આપતા કાયદાની ૧૧૫મી વર્ષગાંઠ પર સંસદ સમક્ષ રજૂ કરાયેલા, બિલને ડાબેરી પક્ષો દ્વારા ઇસ્લામ પર હુમલો ગણવામાં આવ્યુ છે.

૨૯ ઑક્ટોબરે ફ્રાંસના નીસ નામના શહેરમાં એક ચર્ચમાં આંતંકવાદીએ હુમલો કર્યો હતો. આ શખ્સે પેરિસના ચર્ચમાં એક સ્ત્રીનું માથું ધડથી અલગ કરી નાંખ્યુ હતુ. અને બે લોકોનું ખૂન કર્યુ હતુ. સૂત્રોના જણાવ્યા અનુસાર આ આતંકવાદી અલ્લાહુ અકબર (ખ્શ્રર્શ્રીત્ર્્ય ર્ખ્ત્ત્ણુીશ્વ) નો નારો લગાડીને ચર્ચમાં ઘૂસી આવ્યો હતો અને તેણે ચર્ચમાં હાજર લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલાખોર પોલીસની ગોળી વડે ઠાર મર્યો હતો. ૧૬ ઑક્ટોબરે પેરિસના એક શિક્ષક સેમ્યુઅલ પેટીનું એક આતંકવાદીએ માથું ધડથી અલગ કરી નાંખ્યુ હતુ. આ ઘટના પછી વિશ્વભરમાં આ ઘટનાની ટીકા થઇ હતી. શિક્ષક સાથે આવી બર્બરતા પછી ફ્રાંસમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો થયા હતા. ઘણા સામાન્ય નાગરિકો દ્વારા સમર્થિત  ફ્રેન્ચ અધિકારીઓએ કાર્ટૂન પ્રદર્શિત કરવાનો અધિકાર ફરીથી ભારપૂર્વક આપ્યો છે, અને હત્યા કરાયેલા શિક્ષકની છબીઓ પણ વ્યાપકપણે પ્રદર્શિત થઈ