ફ્રાન્સમાં પેન્શન સુધારાના વિરોધમાં પ્રદર્શનકારીઓએ રેલ ટ્રેક જામ કર્યો

ફ્રાન્સઃ ફ્રાન્સમાં હડતાળ કરનારા કર્મચારીઓએ પેન્શન સુધારાના વિરોધ વચ્ચે પેરિસ સ્ટેશન તરફ જતી રેલ્વે ટ્રેક બ્લોક કરી દીધા હતા. પેન્શન સુધારા સામે દેશવ્યાપી વિરોધ ચાલી રહ્યો છે. દરમિયાન, હડતાળ કરી રહેલા કામદારોએ સળગતી મશાલો લહેરાવી, પેરિસના મુખ્ય રેલવે સ્ટેશનોમાંથી એક રેલ્વે ટ્રેકને અવરોધિત કર્યો હતો.
ડઝનબંધ રેલ્વે કર્મચારીઓએ ઝંડા અને મશાલ સાથે ફ્રાન્સના છ મુખ્ય રેલ્વે સ્ટેશનો પૈકીના એક ગારે ડી લિયોનની બહારના ટ્રેક પર કૂચ કરી. ફ્રાન્સના એક મંત્રીએ ચેતવણી આપ્યા બાદઆ મામલો સામે આવ્યો છે. મંત્રીએ કહ્યું હતું કે હિંસક પ્રદર્શનકારીઓનો ઇરાદો ઘાયલ અને મારવાનો છે. ગૃહ પ્રધાન ગેરાલ્ડ ડાર્મનિને જણાવ્યું હતું કે એવી આશંકા છે કે હિંસા સમગ્ર દેશમાં આયોજીત પ્રદર્શનોને પ્રભાવિત કરી શકે છે.
વધુમાં તેમણે કહ્યુંકે ૧૦૦૦ જેટલા કટ્ટરપંથી ઉપદ્રવીઓ જેમાં કેટલાક વિદેશીઓ છે. પેરિસ અને અન્ય શહેરોમાં આયોજીત શાંતિપૂર્ણ કૂચમાં જોડાઇ શકે છે. સોમવારે પોલીસ દ્વારા લેવામાં આવેલા પગલાંની વિગતો આપતાં મંત્રીએ કહ્યું કે તેઓ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ઘાયલ કરવા અને મારવા આવ્યા છે. તેમને પેન્શન સુધારા સાથે કોઇ લેવાદેવા નથી. તેમનો ધ્યેય આપણી પ્રજાસત્તાક સંસ્થાઓને અસ્થિર રહેવાનો અને ફ્રાન્સમાં લોહી વહેવડાવા અને આગ લગાવવાનો છે. કેન્દ્રીય રાજકારણીઓ અને રાષ્ટ્રપતિ ઇમૈન્યુઅલ મેક્રોનના રાજકીય વિરોધીઓએ તાજેતરના અઠવાડિયામાં ફાટી નીકળેલા વિરોધ માટે તેમની સરકારને દોષી ઠેરવી છે. તેઓ કહે છે કે તેમના પેન્શન સુધારણા કાર્યક્રમમાં હિંસાનો વેગ આપી રહ્યા છે. ટીકાકારોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે પોલીસ અધિકારીઓ પ્રદર્શનકારીઓ સામે વધુ પડતા બળનો ઉપયોગ કરી રહ્યા છે. એક પોલીસ દેખરેખ સંસ્થા અધિકારીઓ દ્વારા ખોટા કાર્યોના ઘણા દાવાઓની તપાસ કરી હતી. પેન્શન સુધારાઓ માટે દબાણ કરવા માટે સંસદના નીચલા ગૃહમાં બહુમતી જીતવામાં અસમર્થ મેક્રોને વિશેષ બંધારણીય શક્તિનો ઉપયોગ કરીને વિરોધીઓના ગુસ્સાને ભડકાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here