ફ્રાન્સમાં ત્રીજા લોકડાઉનની જાહેરાત, કોરોનાના કેસને પગલે લેવો પડ્યો

 

પેરિસઃ કોરોના વાઇરસના વધતા કેસ વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને બુધવારે દેશમાં ત્રીજા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી. રાષ્ટ્રપતિના આદેશ મુજબ ફ્રાન્સમાં ત્રણ અઠવાડિયા સુધી શાળાઓ બંધ રહેશે. અત્રે જણાવવાનું કે ફ્રાન્સ હાલ કોરોનાની ત્રીજી લહેરનો પ્રકોપ સહન કરી રહ્યું છે. 

અત્રે જણાવવાનું કે ફ્રાન્સમાં કોરોનાના કારણે મૃતકોની સંખ્યા એક લાખની નજીક પહોંચી ગઈ છે. કહેવાય છે કે રસીકરણની ધીમી ગતિ અને કોરોનાના ઝડપથી વધતા કેસને કારણે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ફ્રાન્સમાં લોકડાઉન લગાવવું પડ્યું. રાષ્ટ્રને સંબોધન કરતા તેમણે કહ્યું કે જો આપણે હાલ લોકડાઉન ન કર્યું તો હાલાત કંટ્રોલ બહાર જતી રહેશે. 

અત્રે જણાવવાનું કે પેરિસમાં ગત અઠવાડિયાથી પ્રતિબંધ લાગુ છે. પેરિસના ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં કોરોનાનો પ્રકોપ વધુ છે. પરંતુ સમગ્ર ફ્રાન્સમાં આગામી ત્રણ અઠવાડિયા સુધી લોકડાઉન રહેશે. અત્રે જણાવવાનું કે મંગળવારે ફ્રાન્સમાં કોરોનાના ૫૦૭૨ જેટલા કેસ નોંધાયા. આ અગાઉ ૨૩ એપ્રિલ ૨૦૨૦ના રોજ ફ્રાન્સમાં ૫ હજાર કેસ નોંધાયા હતા. તેમણે વધુમાં કહ્યું કે લોકડાઉન કોરોના વાઇરસની ગતિને રોકવા માટે સૌથી કારગર ઉપાય છે. ફ્રાન્સ પોતાના પાડોશી દેશોની સરખામણીમાં વધુ દિવસ સુધી શાળાઓ ખોલવામાં સફળ રહ્યું. અત્રે નોંધનીય  છે કે ઈમેન્યુઅલ મેક્રોને વર્ષ ૨૦૨૧ની શરૂઆતમાં કહ્યું હતું કે ફ્રાન્સમાં ત્રીજુ લોકડાઉન નહીં લાગે. પરંતુ બુધવારે દેશમાં ત્રીજુ લોકડાઉન લાગી ગયું.