ફ્રાંસના યુવાન રાષ્ટ્રપતિ માક્રોની લોકપ્રિયતા ઓસરી રહી છે…

0
957
Reuters

મોટા મોટા સુધારાઓની વાતો કરીને પ્રસ્થાપિત રાજકીય પક્ષોના રથી- મહારથી તેનાઓને ધરાશાયી કરનારા ફ્રાંસના યુવાન પ્રમુખ માક્રોંના કાર્યકાળને એક વરસની અવધિ પૂરી થી છે. માક્રોંએ અર્થ વ્યવસ્થાને મજબૂત કરવાનું અને દેશમાં યુવાનો માટે રોજગારની નવી તકો ઊભી કરવાનો વાયદો કર્યો હતો. તેમન શાસનકાળમાં બેરોજગારી ઓછી થઈ છે. ફ્રાંસમાં વિદેશી રોકાણકારો નવા ઉદ્યોગામાં રોકાણ કરવા બાબત રસ દાખવી રહ્યા છે. આમ છતાં સ્થાનિક મોરચે ફ્રાંસની જનતા તેમના કામથી ખુશ નથી. તેમની લોકપ્રિયતા ઓસરી રહી હોવાનો તારણો પ્રગટ થઈ રહ્યા છે. પેરિસ સહિત ફ્રાંસના અનેક રાજ્યોમાં સરકાર વિરુધ્ધ દેખાવો યોજાઈ રહ્યા છે. યુરોપ અને આંતરરાષ્ટ્રીય રાજકીય તખ્તા પર માક્રોંનો સિતારો ચમકી રહ્યો છે. આમ છતાં રાજકીય નિરીક્ષકો એવો મત વ્યક્ત કરી રહ્યા છે કે , જો લોકોની લાગણીને લક્ષમાં રાખીને તેો જનહિતની યોજનાઓ  તાત્કાલિક અમલમાં નહિ મૂકો તો 2022ની અાગામી ચૂંટણીમાં પરિસ્થિતિ કંઈક જુદી જ હશે…