ફ્રાંસના પ્રમુખ ભારતની ચાર દિવસની મુલાકાતે

0
1023
Reuters
Reuters

ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેકરો શુક્રવારે રાતે ભારતની ચાર દિવસની રાજકીય યાત્રા માટે નવી દિલ્હી પધાર્યા હતા. તેમની સાથે તેમનાં પત્ની બ્રિગેટ મેરી કલાઉડ તેમજ પ્રમુખની કેબિનેટના સભ્યોનું મંડળ પણ ભારતની મુલાકાતે આવ્યું છે. ભારતઅને ફ્રાંસ વચ્ચે સહયોગ અને વ્યાપાર વિષયક મંત્રણાઓ થવાની સંભાવના છે. શનિવારે ફ્રાંસના પ્રમુખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક યોજાઈ રહી છે.ભારત અને ફ્રાંસ -બન્ને રાષ્ટ્રો દરિયાઈ સંરક્ષણ તેમજ વિશ્વમાં વકરી રહેલા આતંકવાદ વિરુધ્ધ પગલાં બાબત સહકારની ભૂમિકા રચવા ચર્ચા કરશે. જૈતાપુરમાં ફ્રાંસના સહયોગથી બની રહેલા પરમાણુ વિદ્યુતમથક માટે પણ નવેસરથી કરાર થવાની શકયતા છે. ભારત અને ફ્રાંસ વચ્ચે અવકાશક્ષેત્રે સહયોગચાલુ  છે. દક્ષિણ એશિયામાં ત્રાસવાદ વિરુધ્ધ ભારતે અપનાવેલા વલણ અને કાર્યવાહીને ફ્રાંસ સમર્થન આપશે એમ માનવામાં આવે છે.