ફ્રાંસના પ્રમુખ એમેન્યુએલ મૈંક્રોનું  નિવેદન – રાફેલ વિમાનનો કરાર એ બે દેશની સરકાર વચ્ચે થયેલો કરાર હતો.

0
850

 

ફ્રાંસના પ્રમુખ મૈંક્રોએ કહયું હતું કે, યુધ્ધ વિમાન રાફેલ અંગે થયેલો કરાર એ બે દેશની સરકાર વચ્ચે થયેલો કરાર હતો. ભારત અને ફ્રાંસ વચ્ચે જ્યારે 36 યુધ્ધ વિમાન રાફેલ અંગે અબજો ડોલરનો કરાર કરવામાં આવ્યા હતો ત્યારે હું સત્તા સંભાળતો નહોતો.

   સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરિમયાન ઉપસ્થિત રહેલા ફ્રાંસના પ્રમુખ એમૈન્યુઅલ મૈક્રોંને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, ફ્રાંસની સરકાર કે ફ્રાંસની વિરાટ એરોસ્પેસ કંપની દસાલ્ટને ભારત સરકાર દ્વારા એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે, તેમણે ભારતના તરફથી રિલાયન્સ કંપનીને ભાગીદાર બનાવવી ?

ગત વરસે મે મહિનામાં ફ્રાંસના પ્રમુખ તરીકે સત્તા સંભાળનારા મૈક્રોંએ કહ્યું હતું કે, હું સાફ અને સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે, રાફેલ વિમાન અંગે ભારત અને ફ્રાંસની સરકાર વચ્ચે થયેલો કરાર એ  બે દેશની સરકારો વચ્ચે પરસ્પરની વાતચીતથી થયેલો કરાર હતો.