ફોર્બ્સ મેગેઝિને પ્રગટ કરેલી વિશ્વની  75 શકિતશાળી વ્યક્તિઓની યાદીમાં પહેલા નંબરે છે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ શી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9મા સ્થાને..

0
809

ફોર્બ્સે પ્રગટ કરેલી દુનિયાની  સૌથી શકિતશાળી 75 વ્યક્તિઓની યાદીમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે  પ્રથમ નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ફોર્બ્સે આ વિગતો જાહેર કરતાં એવી ટિપ્પણી કરી હતી કે, સમગ્ર વિશ્વમાં લગભગ સાડા સાત અબજ લોકો વસે છે. પરંતું અમે પસંદ કરેલી આ 75 વ્યક્તિઓ દુનિયાનું સુકાન ચલાવે છે. ઉપરોકત મેગેઝિને નરે્દ્ર મોદી વિષે કહ્યું હતું કે, વિશ્વના બીજા સૌથી વધુ વસ્તી ધરાવતા ભારતમાં નરેન્દ્ર મોદીએ ખૂબજ લોકપ્રિયતા મેળવી છે. નરેન્દ્ર મોદી વિષે ફોર્બ્સે લખ્યું છેકે, તાજેતરના વરસોમાં મોદીએ પોતાની વિદેશ યાત્રાઓ દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ સી જિનપિંગ સાથે મંત્રણાઓ યોજીને એક વૈશ્વિક નેતા તરીકે પોતાની આગવી ઈમેજ ઊભી કરી છે. આ યાદીમાં રશિયાના પુટિન બીજા સ્થાને , ડોનાલ્ડ ટ્રમ્પ  ત્રીજા સ્થાને જર્મનીના ચાન્સલર એન્જેલા મર્કેલ ચોથા સ્થાને છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ 13મા સ્થાને બ્રિટનના વડાપ્રધાન થેરેશા મે 14મા સ્થાને છે. બિલ ગેટસ 7મા સ્થાને અને પોપ ફ્રાન્સિસે છઠ્ઠું સ્થાન મેળવ્યું છે.