ફોર્બ્સની યાદીમાં નાણામંત્રી નિર્મલા સીતારમનને ૩૭મો ક્રમઃ ૧૦૦ની સૂચિમાં કુલ ચાર ભારતીય મહિલા

 

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન ફરી એક વખત ભારતના સૌથી શક્તિશાળી મહિલા બન્યા છે. ફોર્બ્સની અદ્યતન સૂચિમાં તેમને ૩૭મું સ્થાન આપવામાં આવ્યું છે. ઉલ્લખેનીય છે કે આ પહેલાં જારી કરવામાં આવેલી ફોર્ચ્યુન ઈન્ડિયાની યાદીમાં પણ સીતારમનને પહેલું સ્થાન આપવામાં આવ્યું હતું. ફોર્બ્સની સૂચિમાં અન્ય ભારતીય મહિલાઓએ પણ સ્થાન મેળવ્યું છે.

ફોર્બ્સ દ્વારા જારી કરવામાં આવેલી દુનિયાની ૧૦૦ સૌથી શક્તિશાળી મહિલાની સૂચિમાં નિર્મલા સીતારમનને ૩૭મું સ્થાન આપવામાં આવ્યું હતું આ સાથે જ તેઓ દેશના સૌથી શક્તિશાળી મહિલા બન્યા છે. ૨૦૨૦ની સૂચિમાં તેઓ ૪૧મા ક્રમે હતા. ફોર્બ્સે સતત ત્રીજી વખત તેમને દુનિયાની સૌથી શક્તિશાળી મહિલાની સૂચિમાં સામેલ કર્યા છે. નિર્મલા સીતારમને આ વખતે અમેરિકાનાં ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેનને પાછળ છોડી દીધા છે.