ફોર્બ્સના વિશ્વના અબજોપતિઓના લિસ્ટમાં  સામેલ છે આઠ ભારતીય મહિલાઓ.

0
976

તાજેતરમાં જાણીતા ફોર્બ્સ મેગેઝીન વિશ્વના અબજોપતિઓના નામોની એક યાદી પ્રકાશિત  કરી હતી. આ યાદીમાં 8 ભારતીય મહિલાઓનો પણ સમાવેશ થયો છે. પ્રથમ સ્થાને છે જિંદલ સ્ટીલ એન્ડ પાવર લિ,ના ચેરપર્સન સાવિત્રી જિંદાલ.  તેમની સંપત્તિ 8-8 અબજ ડોલરની છે. બીજા ક્રમે છે કિરણ મજુમદાર ., તેઓ દવાઓ બનાવતી કંપનીના વડા છે. તેમની સંપત્તિનો આંકડો છે- 3-6 અબજ ડોલર. ત્યાર પછી સ્મિતા કૃષ્ણા ગોદરેજ. તેઓ ગોદરેજ પરિવારની સંપત્તિમાં પાંચમો હિસ્સો દરાવે છે. અન્ય ભારતીય અબજોપતિ મહિલાઓમાં લીના તિવારી, વિનોદ ગુપ્તા, શીલા ગૌતમ, મધુ કપૂર અને અનુ આગા. બિઝનેસના વિવિધ ક્ષેત્રોમાં સપળતાપૂર્વક કામગીરી બજાવીને ઉચ્ચસ્થાને પહોચેલી આ શ્રીમંત  મહિલા ઉદ્યોગપતિઓએ વિશ્વમાં ભારતીય નારીનું નામ ઉજળું કર્યું છે.