ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે અમેરિકન કોંગ્રેસ સમક્ષ લેખિત માફી માગી

0
714
Reuters

ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ડેટાના દુરુપયોગ બદલ અમેરિકન સંસદ સમક્ષ લેખિત  નિવેદન આપીને ભૂલનો એકરાર કરતી ક્ષમા માગી હતી. તેમણે કહ્યું હતું કે, ફેસ બુક પર લોકોના ડેટા સુરક્ષિત નહિ રાખી શકવા બદલ તેઓ જવાબદાર છે. ઝુકરબર્ગે કોંગ્રસની એક સમિતિ સમક્ષ કહ્યું હતુંકે, અમે અમારી જવાબદારી યોગ્ય રીતે નિભાવી નથી. એ અમારી ખૂબ જ મોટી ભૂલ હતી. મને વાતનો અત્યંત ખેદ છે મેં ફેસબુકની શરૂઆત કરી હતી. હું તેનું સંચાલન કરું છું. તેની સાથે જે કંઈ પણ ઘટિત થાય છે તેની જવાબદારી હું સ્વીકારું છું.

    બ્રિટનની ડેટા એનલિસ્ટ કંપની કેમ્બ્રિજ એનાલિટિકા દ્વારા ફેસબુકના ડેટાનો દુરુપયોગ થયાની બાબતનો ઘટસ્ફોટ થયા પછી ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ માટે અસમંજસભરી પરિસ્થિતિ ઊભી થવા પામી છે. આ કંપની સામે ભારતની ચૂંટણીમાં ડખલગીરી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેણે ભારતની અનેક સંસ્થાઓ, રાજકીય પક્ષો તેમજ આગેવાનોને પોતાાની સેવાઓ આપી હતી. જોકે ફેસબુક પ્રકરણે સર્જેલા વિવાદને લીધે રાજીનામું આપવાનો માર્ક ઝુકરબર્ગે ઈન્કાર કર્યો હતો