ફેસબુકના સર્જક માર્ક જુકરબર્ગને એક દિવસમાં થયેલું 395 અબજ રૂપિયાનું નુકસાન

0
935
REUTERS

ડેટા લિક થયાના આરોપોને કારણે ફેસબુકના  શેરના ભાવ ગબડી પડ્યા ! સોમવારનો 19 માર્ચનો દિવસ ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ માટે અપશુકનિયાળ સાબિત થયો હતો. તેમની કંપનીના સેરમાં આશરે 8 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. માર્ક જુકરબર્ગને માત્ર એકજ દિવસના સમયગાળામાં આશરે 395 અબજ રૂપિયા (6.06 અબજ ડોલર ) નું નુકસાન સહેવાનો વારો આવ્યો હતો. 2016માં અમેરિકાના પ્રમુખની ચૂંટણીના સમયમાં ડોનાલ્ડ ટ્રમપની મદદ કરનારી એક બ્રિટિશ કંપની કેમ્બ્રિજ એનાલિટિકા પર ફેશબુકના આશરે પાંચ કરોડ યુજર્સની અંગત માહિતીનો ડેટા ચોરી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ પાંચ કરોડ યુજર્સની માહિતીનો ઉપયોગ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી દરમિયાન કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યું હતું. આ માહિતીનો પર્દાફાશ તથાં અમેરિકા અને યુરોપના સાંસદોએ ફેસબુક પાસે એ અંગે ખુલાસો કરવાનો આદેશ આપ્યો હતો. ફેસબુકના નિર્માતા માર્ક જુકરબર્ગને સંસદ સમક્ષ પેશ થવાનું ફરમાન કર્યું હતું. આ પછી ફેસબુકના શેરના ભાવ ગગડ્યા હતા. જેને કારણે માર્ક જુકરબર્ગને નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. જુકરબર્ગ અને તેની સાથે જોડાયેલી કંપનીઓ પાસે  ફેસબુકના આશરે 403 મિલિયન શેર હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.