ફેયર એન્ડ લવલીના ઉત્પાદનોમાંથી ફેયર શબ્દને હટાવી લેવાના નિર્ણયનું સ્વાગત કરતી શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન–

 

      અમેરિકામાં જયોર્જ ફલોયડની પોલીસ દ્વારા નિર્મમ હત્યાની ઘટનાના આખા વિશ્વમાં ઊંડા પ્રત્યાધાત પડ્યા હતા. જાતિ અને રંગભેદની સર્વત્ર ટીકા કરવામાં આવી હતી. રંગભેદ- જાતીય ભેદભાવ સમગ્ર દુનિયાની પ્રજામાં ચિંતાનો વિષય બની છે. લોકો સાથે  એમની ત્વચાના રંગના આધારે ભેદભાવ કરવામાં આવે એ નિંદનીય છે. અમાનવીય છે. ઈન્ટનેટ પર રંગભેદને પ્રોત્સાહન આપતા ઉત્પાદનોની જાહેરાતો , પ્રચાર, ફિલ્મો- વિજ્ઞાપનો પ્રત્યે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. લોકોનું માનવું છેકે આ પ્રકારની જાહેરાતો અને પ્રદર્શન ભેદભાવનેા વ્યવહારને ઉતેજન આપવાનું કામ કરે છે. ફેયરનેસ ક્રીમ તેમજ અન્ય સૌંદર્ય ઉત્પાદનો બનાવનારી કંપનીઓની પણ ખૂબ આલોચના કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં લોકોની માનવીય સંવેદનાઓને મહત્વ આપીને ભારતની મલ્ટીનેશનલ કંપનીઓમાની એક હિંદુસ્તાન લિવરે એક પ્રગતિશીલ પગલું ભર્યું છે. તેમણે પોતાના સૌંદર્ય ઉત્પાદનોના નામોમાંથી – ફેયર એન્ડ લવલી – માંથી ફેયર શબ્દને હંમેશા માટે કાઢી નાખવાનો નિર્ણય લીધો છે. માનવીની ત્વચાના રંગને આધારે ભેદભાવ અને અમાનવીય વર્તણુક કરવામાં આવે તે આજના સમાજ માટે સૌથી નિંદનીય છે. આવો ભેદભાવ સમગ્ર માનવ સમાજમાં ત્યાજ્ય ગણાવો જોઈએ. બોલીવુડના અગ્રણી અભિનેતા શાહરૂખ ખાનની ટીનેજર પુત્રી સુહાના ખાને હિંદુસ્તાન લીવરના ઉપરોક્ત પગલાનું જાહેરમાં સમર્થન કર્યું , સ્વાગત કર્યું એ વાત પણ પ્રશંસાને લાયક છે. . આજની નવી યુવા પેઢી- તરુણો સાચી માનવીય સમાજ ધરાવે છે. માણસને એના કામથી, એના કર્મથી ઓળખવો જોઈએ, એના રૂપરંગથી  નહિ