ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિયેશન્સ દ્વારા છઠ્ઠી મેએ ફૂડ એન્ડ કલર ફેસ્ટિવલ

0
1059

ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિયેશન્સ દ્વારા ઓકબ્રુક વિલેજના સહયોગથી છઠ્ઠી મેએ ફૂડ એન્ડ કલર ફેસ્ટિવલનું આયોજન ઇલિનોઇસના ઓકબ્રુકમાં મેકડોનાલ્ડ્સ સોકર ફિલ્ડ્સમાં કરવામાં આવ્યું છે. એફઆઇએ દ્વારા 19મી એપ્રિલે કિક ઓફ ઇવેન્ટનું આયોજન ઇલિનોઇસની વેસ્ટમોન્ટમાં શ્રી રેસ્ટોરાંમાં કરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. ફાઉન્ડર પ્રેસિડન્ટ સુનીલ શાહ અને કરન્ટ પ્રેસિડન્ટ નીલ ખોટે ફેસ્ટિવલના હેતુ વિશે માહિતી આપી હતી. વિલેજ પ્રેસિડન્ટ ગોપાલ લાલમલાણીએ ફેસ્ટિવલના આગમનને વધાવ્યું હતું અને તેમનું સમર્થન જાહેર કર્યું હતું. આમંત્રિતોમાંથી ઘણા મહાનુભાવોએ આ ફેસ્ટિવલને પોતાનું સમર્થન આપ્યું હતું. ફેસ્ટિવલમાં રેઇન વોટર, ફંકા દેસી કોન્સર્ટ બ્રાન્ડ, ડાન્સ પરફોર્મન્સ, શોપિંગ સ્ટોલ આકર્ષણરૂપ રહેશે. હોળીના રંગો ખરીદી શકાશે. સ્વાદના શોખીનો માટે 50 વેરાઇટીની ફૂડ આઇટમો હશે. બાળકો માટે રમતગમતનાં સાધનો પણ રખાશે.