ફૂલછાબના પૂર્વ વરિષ્ઠ પત્રકાર ઉષાકાંતભાઈ માંકડનું નિધન

 

રાજકોટઃ ફૂલછાબના પૂર્વ વરિષ્ઠ પત્રકાર, જાહેર જીવનના અગ્રણી ઉષાકાંતભાઈ અનંતરાય (લાલભાઈ) માંકડનું ૮૯ વર્ષની વયે અમદાવાદમાં અવસાન થતાં પત્રકાર જગત સહિત, સામાજિક, સેવાકીય સંસ્થાઓમાં શોક ફેલાયો છે. સ્વ. ઉષાકાંતભાઈ નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડન્ટ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ કોર્પોરેટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પૂર્વ સેનેટ સભ્ય, રાષ્ટ્રીયશાળા સરદાર પટેલ સ્મારક, બાલભવન, ગુજરાત-સૌરાષ્ટ્રની ઘણી સંસ્થાઓમાં ટ્રસ્ટી, હિન્દી સમિતિના મંત્રી તરીકે કાર્યરત હતા. મહાત્મા ગાંધી વિચારધારાના પ્રખર અનુયાયી, મોરબી-મચ્છુ હોનારતમાં સર્વપ્રથમ સ્થળ પર પહોંચી રાજ્ય સરકારને જાણ કરનાર સેવા કર્મી હતા. તેઓ સર્યુબેન માંકડ (સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિવૃત્ત કમર્ચારી)ના પતિ, અલ્કા હેમાંગ બક્ષી, રૂપાલી પલ્લવ વૈષ્ણવના પિતા થાય. તેમની અંતિમ યાત્રા કોવિડ પ્રોટોકોલ મુજબ અમદાવાદમાં નિકળી હતી.