ફિલ્મ સત્તે પે સત્તાની રિ-મોકમાં મોટાભાઈના રોલમાં હૃતિક રોશન અને નાના ભાઈના રોલમાં નકુલ મહેતા

0
1085

બોલીવુડના સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યા અનુસાર, જાણીતા નિર્માતા- નિર્દેશક રોહિત શેટ્ટી અને પારાૈહ ખાન – બન્ને મળીને અમિતાભ બચ્ચનની સફળ ફિલ્મ સત્તે પે સત્તાની રિ- મેક બવાવી રહ્યા છે. જેમાં અમિતાભના રોલમાટેો રિતિક રોશન નક્કી થયો છે, જયારે ટીવી સિરિયલના લોકપ્રિય અને સોહામણા કલાકાર નકુલ મહેતાને નાના ભાઈના રોલ માટે ફાયનલ કરવામાં આવ્યો છે. માંજરી આંખો, આકર્ષક  ભાવવાહી ચહેરો અને સપ્રમાણ શરીર ધરાવતો કલાકાર નકુલ ટીવી સિરિયલના પ્રેક્ષકવર્ગમાં બહુ માનીતો છે. સત્તે પે સત્તાના રિ-મેકના અનેય કલાકારોની વરણી હજી જાહેર કરવામાં આવી નથી, પણ હેમા માલિનીના રોલ માટે દીપિકા પદુકોણ, કેટરિના કેફ કે અનુષ્કા શર્માંથી કોઈ એકને ભૂમિકા અપાશે એવું કહેવામાં આવી રહ્યું છે.