ફિલ્મ વોરમાં હૃતિક રોશન સર સાથે કામ કરતી વખતે હું ખૂબ નર્વસ હતોઃ ટાઈગર શ્રોફ

0
879

હૃતિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મ વોર ટિકિટબારી પર સફળ ગઈ છે. એક જ દિવસમાં આ ફિલ્મે 58 કરોડ રૂપિયાનો વકરો કર્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. ફિલ્મની રજૂઆત બાદ ટાઈગરે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મ રિલિઝ થયા બાદ હું બહુ જ ખુશ છું. મારું સપનું સાકાર થયું છે. મારા આદર્શ, મારા ગુરુ- જેમને જોઈ જોઈને હું અિભનય અને નત્ય શીખ્યો છું  તે હૃતિક સર સાથે ફિલમમાં મે સ્ક્રીન શેર કર એ મારા માટે અતિ આનંદ અને ગૌરવની વાત છે. શરૂઆતમાં મને ઘણોજ ડર લાગતો હતો, ઙું એમની સમકક્ષ રહીને અભિનય કે એકશન કરી શકીશ કે નહિ , એવાતની મને ચિંતા હતી. મારા માટ ે આબહુજ મોટો પડકાર હતો. તેમની પૈાસેથી મને ઘણું શીખવાનું મળ્યું છે. મને માર્ગદર્શન મળ્યું છે. હૃતિક સરે મને ઘણું શીખવ્યું, ઘણી મદદ કરી. હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે, મારી કારકિર્દીના પ્રરંભમાં જ મને તેમની સાથે ભૂમિકા ભજવવાનો અવસર પ્રાપ્ત થયો.