ફિલ્મ રાઝીની ડિરેકટર મેઘના ગુલઝાર હવે ભારતના ભૂતપૂર્વ લશ્કરી વડા – ફિલ્ડમાર્શલ સર માણેક શા પર બાયોપિક બનાવશે …

0
1002

ફિલ્મ નિર્દેશક મેઘના ગુલઝાર વિશિષ્ટ અને સામાજિક સભાનતા ધરાવતા વિષયો પર અસરકારક ફિલ્મો બનાવે છે. તાજેતરમાં તેમના નિર્દેશનમાં બનેલી ફિલ્મ રાઝીને પ્રેક્ષકોની બેસુમાર પ્રશંસા મળી હતી. ટિકિટબારી પર પણ આ ફિલ્મ 100 કરોડથી વધુ કમાણી કરી ચુકી છે. આલિયા ભટ્ટના લાજવાબ અભિનયનો કારણે ફિલ્મ વધુ પ્રેક્ષણીય બની છે. હવે મેધના ગુલઝાર ભારતના જવાંમર્દ, બહાદુર અને વિચક્ષણ બુધ્ધિપ્રતિભા ધરાવતા ભૂતપૂર્વ લશ્કરી વડા જનરલ સર માણેક શાના જીવન પર બાયોપિક બનાવવાના છે. 1972મા  ભારત- પાકિસ્તાન વચ્ચે થયેલા યુધ્ધમાં તેમણે મહત્વની કામગીરી બજાવી હતી. પોતાના જીવનના 40 વરસ ભારતીય લશ્કરનો સમર્પિત કરનારા જનરલ માણેકશાનું જીવન અને કર્તૃત્વ પ્રેરણાદાયી છે