ફિલ્મ યુનિયનના 30 હજાર કામદારો માટે વેકસીનનો તમામ ખર્ચ ઉપાડવાની તૈયારી બતાવી યશરાજ ફિલ્મ કંપનીએ, આદિત્ય ચોપરા ફિલ્મ – ઉદ્યોગના 30, 000 વકૅરોને વેકસીન આપવોનો તમામ ખર્ચ ઉઠાવવા તૈયાર છે.. 

 

    યશરાજ ફિલ્મના અગ્રણી આદિત્ય ચોપરાએ તાજેતરમાં મહારાષ્ટના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેને પત્ર લખીને પોતોનો ઉપરોક્ત નિર્ણય જણાવ્યો હતો. કોરોના મહામારીને કારણે મુંબઈનો હિન્દી ફિલ્મ ઉદ્યોગ તેમજ દેશના તમામ પ્રાદેશિક ભાષાઓના ફિલ્મ- ક્ષેત્રોમાં બધું બંધ છે. નવી ફિલ્મોના શૂટિંગ અટકી પડ્યા છે. નવી ફિલ્મો સિનેમાઘરોમાં રિલિઝ નથી થતી. રોજ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવનારા રોજિંદા કામદારોને કામ વગર ભૂખે મરવાનો વારો આવ્યો છે. આવી સ્થિતિમાં તેમની હાલ દિન- પ્રતિદિન બગડતી જાય છે. આથી આવા લોકોને વેકસીન આપીને સુરક્ષિત બનાવવામાં આવે તેમજ શૂટિંગ માટે કોરોના ગાઈડલાઈનને અનુસરીને નવી વ્યવસ્થા કે વિકલ્પ શોધવામાં આવે એ અત્યંત જરૂરી છે. એ અંગે પણ મુખ્યપ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવી રહી છે. આદિત્ય ચોપરાએ 30,000 ફિલ્મ વર્કરોને વેકસીન આપવાની અને તે માટે જે પણ ખર્ચ થાય તે તમામ ખર્ચ આપવાની તૈયારી બતાવી છે. એ સાથે સાથે તેમણે રસી આપવા માટે – વ્યવસ્થા કરવા અંગે સેવા આપવાની પણ તૈયારી દર્શાવી હતી. વેકસીન બહારથી આયાત કરવાની હોય તો એ માટે સરકાર તેમને પરવાનગી આપે તેવી માગણી પણ કરવામાં આવી હતી.