ફિલ્મ ‘ભારત’માં સલમાનની સાથે પ્રિયંકા ચોપરા અને કેટરીના કૈફ


ફિલ્મ દિગ્દર્શક અલી અબ્બાસ ઝફરની આગામી ફિલ્મ ‘ભારત’નું નિર્માણ સલમાન ખાન કરે છે. આ ફિલ્મમાં લીડ રોલમાં સલમાન સાથે આ વખતે બે અભિનેત્રીઓ પ્રિયંકા ચોપરા અને કેટરીના કૈફ જોવા મળશે. હોલીવુડના વિવિધ પ્રોજેક્ટમાં વ્યસ્ત પ્રિયંકા ચોપરા પોતાનો આગામી બોલીવુડ પ્રોજેકટ ફાઇનલ કરતા ભારતમાં આવી હતી અને તેણે ‘ભારત’ માટે હા કરી હોવાનું મનાય છે. તે વખતે સત્તાવાર જાહેરાત થઇ નહોતી કારણ કે ત્યાર બાદ એવા અહેવાલોમળ્યા હતા કે કેટરીના કૈફ આ ફિલ્મમાં પ્રિયંકાનું સ્થાન લેશે. જોકે હવે આ બાબતે સ્પષ્ટતા થઇ છે કે આ બંને અભિનેત્રીઓ ફિલ્મમાં રહેશે. બંને અભિનેત્રીઓની આ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા છે.