ફિલ્મ બેતાબની સિકવલમાં ચમકશે કરણ દેઓલ સાથે સારા અલી ખાન

0
839
Mumbai: Actress Sara Ali Khan during a programme in Mumbai on Jan 21, 2018.(Photo: IANS)
.(Photo: IANS)

 

ધર્મેન્દ્રના સૌથી મોટા પુત્ર સની દેઓલે તેમની ડેબ્યુ ફિલ્મમાં અભિનેત્રી અમૃતા સિંઘે ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ ટિકિટબારી પર ખૂબ સફળતા મેળવી ગઈ હતી. સની દેઓલ અને અમૃતા સિંધને બોલીવુડમાં સ્વીકૃતિની મહોર મળી હતી આ ફિલ્મથી. ફિલ્મના ગીતો પણ ખૂબ લોકપ્રિય થયાં હતા. હવે સની દેઓલનો મોટો પુત્ર કરણ દેઓલ હિન્દી ફિલ્મક્ષેત્રે પદાર્પણ કરી રહ્યો છે. તે જ રીતે સારા અલી ખાન પણ ફિલ્મ કેદારનાથથી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશ કરવાની છે. ત્યારે આ બન્ને કલાકારોનાં વડીલો સની અને અમૃતા સિંધ પોતાની જ સફળ ફિલ્મની સિકલવમાં એમના સંતાનો અભિનય કરે એવી ઈચ્છા રાખી રહ્યા છે….