ફિલ્મ પેડમેનઃ મહિલાઓની સમસ્યા અંગે સામાજીક જાગૃતિનો સંદેશો આપતી ફિલ્મ

0
800

આવતી કાલે 9ફેબ્રુઆરીના રજૂ થઈ રહેલી હિન્દી ફિલ્મ પેડમેનમાં મહિલાઓને પીરીયડ દરમિયાન સહેવી પડતી તકલીફો અને તેમાટે અનિવાર્ય સેનેટરી પેડ બાબત સામાજિક જાગરુકતાનો સંદેશો આપતી કથા પેશ થઈ છે. આ ફિલ્મમાં અભિનેતા અક્ષયકુમાર મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. સોનમ કપૂર અને રાધઆપ્ટે પણ મહત્વની ભૂમિકા અદા કરી રહ્યા છે. અરુણાચલમ મુરુગન્થમ નામના તામિલનાડૂમાં રહેનારા સામાિજક કાર્યકરે મહિલાઓની પેડ માટેની જરૂરિયાત માટે ખુદ પેડ બનાવતું મશીન બનાવ્યું , મહિલાઓની સમસ્યાઓને ઉકેલવાનું કાર્ય કર્યુ – તેના પ્રેરક જીવનની કથા આ ફિલ્માં દર્શાવવામાં આવી છે. આપણી સામાજિક સમસ્યા અંગે જરૂરી અંગૂલી નિર્દેશ કરતી પેડમેન જોવાની તક લેવા જેવી છે.