ફિલ્મ પિહૂઃ સંવેદનશીલ વિષયની સુંદર રજૂઆત

0
892
Handout picture from 'Pihu'
Handout picture from ‘Pihu’

પિહૂના નિર્માતા રોની સ્ક્રુવાલા, સિધ્ધાર્થ રોય કપૂર , શિલ્પા જિંદાલ અને નિર્દેશક વિનોદ કાપડી છે. ફિલ્મમાં  માયરા વિશ્વકર્મા નામની બાળકલાકારે પિહુની ભૂમિકા ભજવી છે. વિનોદ કાપડી નેશનલ એવોર્ડ વિજેતા નિર્દેશક છે. આ ફિલ્મની કથાની પ્રેરણા તેમને અખબારમાં પ્રકટ થયેલી એક સત્ય ઘટના પરથી મળી હતી. પિહુ એક સામાજિક રોમાંચક ફિલ્મ છે. એક બે વરસની બાળકી ઘરમાં એકલી છે અને તેની માતા ઘરમાં મૃત પડેલી છે. માતાના મોતથી અજાણ એવી આ માસૂમ નાનકડી બાળકી કેવી કેવી પરિસ્થિતમાંથી પસાર થાય છે તેની આ વાત છે. વિવિધ દેશોમાં યોજાતા ફિલ્મ ફોસ્ટિવલોમાં આ ફિલ્મ રજૂ થઈ છે અને પ્રેક્ષકો – વિવેચકોએ એની મુકતકંઠે પ્રશંસા પણ કરી છે