ફિલ્મ પદ્માવતી બાદ હવે ઝાંસીકી રાનીનો વારો …

0
883

 

સંજય લીલા ભણશાળીની ફિલ્મ પદ્માવતી અંગે જાગેલા વિવાદ , તોફાનો અને ધમાલ અંગે દરેક ફિલ્મ રસિક સારી રીતે વાકેફ છે. હવે ઝાંસીકી રાની પર આધારિત ફિલ્મ મણિકર્ણિકા  વિવાદના વમળમાં સપડાઈ છે. આ ફિલ્મમાં ઝાંસીની રાણીના બ્રિટિશ અધિકારી સાથેના સંબંધની વાત છે, એવું કારણ આપીને સર્વ બ્રાહ્મણ સભા એનો વિરોધ કરવા મેદાને પડી છે અને રજપૂતોની કરણી સેના એ બાબત બ્રાહ્મણોને સાથ-સહકાર આપી રહી હોવાની  વાત જાણવા મળી હતી. આ ફિલ્મમાં ઝાંસીની રાણીની ભૂમિકા જાણીતી પ્રતિભાવાન અભિનેત્રી કંગના રાણાવત ભજવી રહી છે, ઐતિહાસિક  કથા-વસ્તુ પર આધારિત ફિલ્મો બનાવવાનું આપણા  ફિલ્મ સર્જકોનું ગજું નથી અને આપણી પ્રજા હજી ફિલ્મના માધ્યમને જાણવા- માણવાની પરિપક્વતા ધરાવતી નથી એ વાત હવે પૂરવાર થઈ ચૂકી છે….