ફિલ્મ પટાખામાં મલાઈકા અરોરા આઈટમ સોન્ગ કરશે

0
660

આગામી ફિલ્મ પટાખામાં મલાઈકા અરોરા સુનીલ ગ્રોવરની સાથે આઈટમ સોન્ગ પેશ કરશે. ફિલ્મ પટાખાનું ટ્રેલર રિલિઝ થઈ ગયું છે. ફિલમની વાર્તા રાજસ્થાનમાં  એક નાનકડા ગામમાં રહેતી બે બહેનોના જીવન પર આધારિત છે. ચરણસિંહ પથિકની વાર્તા પરથી વિશાલ ભારદ્વાજ આ ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મમાં સાન્યા મલહોત્રા અને રાધિકા મદન – બહેનોની ભૂમિકા ભજવી રહ્યા છે. હંમેશા એકબીજા સાથે લડતી બે બહેનોના લગ્ન એક જ ઘરમાં થાય છે ત્યારે સર્જાતી ઘટનાઓ પર સરસ પટકથા ધરાવતી ફિલ્મ બની રહી છે. મલાઈકા અરોરાના આઈટમ સોન્ગ માટે પણ વિશાલ ભારદ્વાજ જબરદસ્ત તૈયારીઓ કરી રહ્યા છે.