ફિલ્મ નિર્માતા – નિર્દેશક કરણ જોહરના ઘરના સ્ટાફના  બે સભ્યો કોરોનાથી સંક્રમિત.. 

 

     બોલીવુડના આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, જાણીતા ફિલ્મ નિર્માતા કરણ જોહરના ઘરમાં તેમના પોતાના સ્ટાફના બે સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. કરણ જોહર પોતે આ અંગે ખૂબ કાળજી અને સાવચેતી રાખી રહ્યા છે. તેમના પોતાના બે બાળકો રૂહી અને યશ – સાથ રહેતા હોવાથી તેમની ચિંતા વધી પડી હતી. કોરોના સંક્રમિત બન્ને સભ્યોને ઘરનાજ એક ભાગમાં અલાયદા કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. કરણના સ્ટાફના તેમજ પરિવારના તમામ સભ્યોનેા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોઈનામાં કોરોના સંક્રણના લક્ષણો દેખાયા નથી. આમ છતાં તેઓ જે બિલ્ડીંગમાં રહે છે તે આખા મકાનને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. મકાનમાં રહેનારા અન્ય લોકોની સુરક્ષાને અનુલક્ષીને કરણે તેમના સ્ટાફના તમામ સભ્યોને 14 દિવસ સુધી કવોરેન્ટાઈનમાં રાખવાની વ્યવસ્થા કરી હતી.