ફિલ્મ ‘ગોલ્ડ’ના વિચારથી જ રોમાંચિત થઈ જઉં છુંઃ મૌની રોય


ટેલિવિઝનની દુનિયાની ખૂબ જ જાણીતી અને લોકપ્રિય અભિનેત્રી મૌની રોય પોતાની આગામી ફિ્લ્મ ‘ગોલ્ડ’ વિશે ખૂબ જ રોમાંચિત છે. મૌની રોય કહે છે કે આ ફિલ્મ બનતી હતી ત્યારથી સેટ પરની દરેક ક્ષણ મને યાદ છે. મારા માટે આ પ્રથમ ફિલ્મ દરેક રીતે યાદગાર બનશે. મને અક્ષય કુમાર જેવા ટોચના કલાકાર સાથે કામ કરવાનું મળ્યું છે. મારા માટે આ સ્પેશિયલ ફિલ્મ હોવાથી રિલીઝ થવાની રાહ જોઈ રહી છુ.ં અને દર્શકોના પ્રતિભાવની પણ પ્રતીક્ષા કરી રહી છું.
1947માં ભારત આઝાદ થયા પછી એક વર્ષ પછી 1948માં લંડનમાં ઓલિમ્પિકમાં ભારતે હોકીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો એ કથા આ ફિલ્મમાં છે. હોકી ખેલાડી બલબીર સિંહ સિનિયરની આ બાયોફિલ્મ છે, જેમાં અક્ષય કુમાર સામે અભિનેત્રી તરીકે મૌની રોયની પસંદગી કરાઈ છે.