
સિધ્ધાર્થ મલહોત્રા, શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખને ચમકાવતી એકતા કપુરની ફિલ્મ એક થા વિલનને ટિકિટબારી પર સારી સફળતા મળી હતી. આ ફિલ્મમાં રિતેશ દેશમુખ અને શ્રધ્ધા કપુરનો અભિનય ખૂબ વખણાયો હતો. હાલમાં સિધ્ધાર્થ મલહોત્રાની ફિલ્મો ટિકિટબારી પર નિ્ષ્ફળતા મેળવી રહી છે. સિધ્ધાર્થની કોઈ ફિલ્મ સારો દેખાવ કરી શકતી નથી. સિધ્ધાર્થની સાથે જ બોલીવુડમાં પ્રવેશ કરનારા આલિયા ભટ્ટ અને વરુણ ધવનની ગણના બોલીવુડના ટોચના સેલેબલ કલાકારોમાં કરવામાં આવે છે. આવી સ્થિતમાં એકતા કપુરની સિકવલમાં હીરોની ભૂમિકા મેળવીને પોતાની ક્ષમતા પુરવાર કરવાની તક સિધ્ધાર્થે લેવી જ રહી