ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીએ ભારતીય જનતા પક્ષમાં વિધિસર પ્રવેશ કર્યો …

 

         પશ્ચિમ બંગાળમાં ચૂંટણી યોજાવાને હવે  ગણતરીના સપ્તાહ બાકી છે. વિધાનસભાની આ ચૂંટણી માત્ર પશ્ચિમ બંગાળના રાજકારણમાં જ નહિ, સમસ્ત દેશમાં જુદા પરિમાણ સર્જશે એ વાતમાં કોઈ શંકા નથી. ટીએમસી – તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ- આ બે જ રાજકીય પક્ષો ચૂંટણીના મોદાનમાં સ્પર્ધા  કરવાના છે, બાકી ડાબેરી કે જમણેરી કે કોંગ્રેસનું તો જાણે અસ્તિત્વ જ નાબૂદ થઈ રહ્યું હોય લા ગે છે. દેશ આઝાદ થયો ત્યારથી આ રાજ્યમાં સામ્યવાદીઓનું જ શાસન રહ્યું હતું, જયોતિ બસુએ અન્ય કોઈ પક્ષને ફાવવા દીધો નહોતો. પશ્ચિમ બંગાળનો જેટલો થવો જોઈએ તેટલો વિકાસ થઈ ના શક્યો, એના કારણમાં સામ્યવાદી શાસન જવાબદાર ગણી શકાય. બેકારી, ગુનાખોરી, ભૂખમરો, કથળેલી કાયદો- વ્યવસ્થા અને વિકાસના અટકેલાં કાર્યોએ આ રાજ્યની પ્રજાને પાયમાલી તરફ ધકેલી દીધી છે. ટીએમસી – તૃણમૂલ કોંગ્રસના નેતા મમતા બેનરજીએ રાજયના મુખ્યપ્રધાન પદે રહીને શાસન સંભાળ્યું, સામ્યવાદીઓને ક્રમશ પરાજિત કર્યા પણ તેઓ રાજ્યના વિકાસ માટે કશું નક્કર કરી શક્યા નહિ. હવે હાલની પરિસ્થિતિમાં રાજકીય પક્ષો મત મેળવવા માટે પ્રજાને જાતજાતના પ્રલોભનો આપી રહ્યા છે. યેન કેન પ્રકારે સત્તા હાંસલ કરવા માટે ભાજપ અને ટીએમસી- જાતજાતના નુસખા અપનાવી રહ્યા છે. એમાં  એક નુસખો છે જાણીતી કોઇ લોકપ્રિય વ્યક્તિને પોતાના પક્ષમાં લાવીને એની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભી રાખવી- મિથુન ચક્રવર્તીનું ભાજપ – આગમન એ ચૂંટણી અભિયાનની જ એક પ્રયુકતિ છે.. ચાર- પાંચ દાયકાથી બોલીવુડની સેંકડો ફિલ્મો અભિનય કરીને દર્શકોના  દિલ જીતનાર મિથુન ચક્રવર્તીનો ચાહક વર્ગ બહુ વિશાળ છે. મિથુને હિન્દી , બંગાળી સહિત અન્ય ભાષાઓની ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. ગત 7 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કલક્તા મુલાકાતના પ્રસંગે મિથુનનો ભાજપ પ્રવેશ અનેક સંકેતો આપી જાય છે