ફિલ્મ અભિનેતા અક્ષયકુમારે બોમ્બે સેન્ટ્રલ બસ ડેપો પર લગાવ્યું સેનેટરી નેપકિન વેન્ડિંગ મશીન

0
761

ફિલ્મઅભિનેતા અક્ષયકુમારે હાલમાં મુબઈ સેન્ટ્રલના બસડેપો પર સેનેટરી પેડ માટેનું   વેન્ડીંગ મશીન સ્થાપિત કર્યું હતું. જેનું શિવસેનાના યુવાન નેતા આદિત્ય ઠાકરેના હસ્તે ઉદ્ ઘાટન કરવામાં આવ્યું હતું. સમાજમાં જાગૃતિનો સંદેશો આપતી ફિલ્મોમાં અભિનય કરીને તેમજ વિવિધ સામાજિક સંગઠનોને મદદરૂપ થવા માટેના ૟કાર્યક્રમોને સહાય કરીને અક્ષયકુમારે ખૂબ જ લોકચાહના હાંસલ કરી છે . ટોયલેટ એક પ્રેમ કથા  બાદ અક્ષયની આ બીજી સામાજિક સમસ્યાઓને વાચા આપતી ફિલ્મને પણ ટિકિટબારી પર સારો આવકાર મળી રહ્યો છે. અક્ષયકુમારના જણાવ્યા અનુસાર, મુંબઈમાં વિવિધ સ્થળો પર સેનેટરી પેડના વેન્ડીંગ  મશીનો  મૂકવાની યોજના કરવામાં આવી રહી છે.