ફિલ્મો નિહાળીને જ હું અભિનય શીખ્યો છુંઃ ઈશાન ખટ્ટર

ઈશાન ખટ્ટર નવોદિત અભિનેતા છે. તે પોતાની પ્રથમ ફિલ્મ ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’માં ચમકી રહ્યો છે. ઇરાનિયન ડિરેક્ટર માજિદ માજિદીની આ ફિલ્મ છે, જેમાં 22 વર્ષનો ઈશાન ખટ્ટરને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ પ્રશંસા મળી છે. ઈશાન ખટ્ટરના પરિવારમાં માતાપિતા નીલિમા અઝીમ અને રાજેશ ખટ્ટર કળાકારો છે, જ્યારે તેનો પિતરાઈ ભાઈ શાહીદ કપૂર છે. આ ફિલ્મ રિલીઝ થઈ છે ત્યારે ઈશાન ખટ્ટરને માજિદ માજિદી સાથેની કામગીરી, શા માટે બોલીવુડ તેના જેવા યુવા કલાકારો માટે અપૂરતી ફિલ્મો બનાવે છે વગેરે બાબતોની વાતો કરી હતી.
નાનપણથી તું અભિનેતા બનવા માગતો હતો?
હા. હું ડાન્સિંગ અને એક્ટિંગ માટે ખૂબ જ ઉત્સાહી છું, આથી હું મારા પરફોર્મન્સ પર હંમેશાં ધ્યાન રાખું છું. અભિનય પ્રત્યે ગંભીર થતાં અગાઉ પણ હું ડાન્સ કરતો રહેતો હતો અને મારા પરિવાર માટે પરફોર્મ કરતો હતો. નાનપણથી હું ઘણી બધી સિનેમા નિહાળતો હતો. મેં અભિનયનો અભ્યાસ કર્યો નથી. આથી મારી યુનિવર્સિટીમાં મેં જોયેલી ઢગલો ફિલ્મો છે. મારી માતાએ મને ક્લાસિકલ ઇન્ડિયન અને વેસ્ટર્ન ફિલ્મોનો પરિચય કરાવ્યો હતો. જ્યારે હું 16 વર્ષનો હતો, ત્યારે મેં અઢળક વર્લ્ડ સિનેમા નિહાળી હતી. સિનેમામાંથી ઘણુંબધું મારું વ્યક્તિત્વ બદલાયું છે.
તારી પ્રથમ ફિલ્મમાંથી અને માજિદ માજિદી તરફથી શું સૌથી વધુ તને શીખવા મળ્યું?
આ ફિલ્મમાંથી મને એક અભિનેતા તરીકે નહિ, પરંતુ વ્યક્તિ તરીકે ઘણું શીખવાનું મળ્યું. મને માજિદીએ કહ્યું હતું કે મને ખબર છે તું સારો કલાકાર છે, પરંતુ તારે પ્રથમ સારા માણસ બનવું જોઈએ, કારણ કે ત્યાંથી જ તમારું બધું બહાર આવે છે.
આ ફિલ્મ થકી તારા માટે ભારતની બહાર પણ સફળતાનાં દ્વાર ખૂલશે?
હા. ચોક્કસ. મને સારી ફિલ્મોનો હિસ્સો બનવાનું ગમશે.
શા માટે ભારતીય ફિલ્મનિર્માતાઓ તમારી વયના યુવાપેઢીના કલાકારો માટે આ પ્રકારની ફિલ્મોની વાર્તાઓ લખતા નથી? જ્યારે અડધોઅડધ ઓડિયન્સ 18થી 25 વર્ષની વયનું હોય છે? તને મળેલી સ્ક્રિપ્ટોમાં તે આ બદલાવ જોયો છે?
કારણ કે તેઓ પાત્રને અનુરૂપ વ્યક્તિત્વ અને કલાકારોને શોધી શકવા સક્ષમ નથી, જ્યારે મેં શરૂઆત કરી ત્યારે મને બધા કહેતા હતા કે હું ફિલ્મી હીરો બનવા માટે ખૂબ જ યુવાન છું.

(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)