ફિલિપાઈન્સ શક્તિશાળી ભૂકંપથી હચમચી ઉઠ્યું

 

ફિલિપાઈન્સ: ફિલિપાઈન્સમાં જોરદાર ભૂકંપના આંચકા મહેસૂસ થયા છે. ભૂકંપની તીવ્રતા ૭.૧ માપવામાં આવી. શ્લ્ઞ્લ્ના જણાવ્યાં મુજબ આ શક્તિશાળી ભૂકંપના ઝટકા સૌથી પહેલા લૂઝોનના મુખ્ય દ્વિપ પર અબરાના પહાડી અને ઓછી વસ્તીવાળાવ વિસ્તારમાં સવારે ૮.૪૩ વાગે મહેસૂસ થયા. આ આંચકાની તીવ્રતા શ‚આતમાં ૬.૮ માપવામાં આવી હતી. ફિલિપાઈન્સમાં આવેલા  ભૂકંપના વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. રાજધાની મનીલામાં ભૂકંપના કારણે અનેક ઈમારતોમાં તીરાડ પડી ગઈ છે. ડરના કારણે લોકો ઘરોમાંથી બહાર નીકળી ગયા. અધિકારીઓએ જણાવ્યું કે હજુ કોઈ જાનહાનિ અંગે માહિતી મળી નથી. ફિલિપાઈન્સના જ્વાળામુખી અને ભૂકંપ વિજ્ઞાન સંસ્થાને જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર અબ્રા પ્રાંતમાં કોઈ પહાડી વિસ્તારમાં જમીનથી ૨૫ કિમી ઊંડે સ્થિત હતું અને ભૂકંપ બાદ પણ અનેક આંચકા અનુભવાયા. ભૂકંપના જોરદાર આંચકાઓના કારણે ઈમારતો અને મકાનોમાં તીરાડો પડી ગઈ છે. શ્લ્ઞ્લ્ના જણાવ્યાં મુજબ ભૂકંપની તીવ્રતા ૭.૧ કહેવાઈ છે. જ્યારે તેનું કેન્દ્ર જમીનથી ૧૦ કિમી અંદર હોવાનો દાવો કરાયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here