ફિલાડેલ્ફિયામાં ‘ધ સેવન્ટી સિક્સ યર્સ’ ગેમમાં ન્યુ જર્સી લીડરશિપ પ્રોગ્રામનું અભિવાદન

0
856
સેવન્ટી સિક્સ યર્સ ગેમમાં ન્યુ જર્સી લીડરશિપ પ્રોગ્રામનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

ફિલાડેલ્ફિયાઃ આઠમી એપ્રિલે ફિલાડેલ્ફિયામાં વેલ્સ ફાર્ગો સેન્ટરમાં ધ નેશનલ બાસ્કેટબોલ એસોસિયેશન્સની ટીમ ‘ધ સેવન્ટી સિક્સ યર્સ’ના યજમાનપદે તેઓના વાર્ષિક ઇન્ડિયન હેરિટેજ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું આયોજન મુકેશ અને પ્રિયા રોય દ્વારા કરાયું હતું.
સરકાર અને રાજકારણમાં સાઉથ એશિયન યુવાપેઢીને બહાર લાવવાના હેતુથી કાર્યરત નોનપ્રોફિટ ન્યુ જર્સી લીડરશિપ પ્રોગ્રામને આ ગેમમાં સન્માનિત કરવામાં આવ્યો હતો.
ધ ઇન્ડિયન હેરિટેજ ડેની શરૂઆત પ્રિ-ગેમ રિસેપ્શન સાથે થઈ હતી, જેમાં ‘ધ સેવન્ટી સિક્સ યર્સ’ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સ્કોટ ઓ’નીલે ભારતીય અમેરિકી સમુદાયમાં બાસ્કેટબોલ વિશેની ઉત્તેજનાની તેમ જ ભારતમાં બાસ્કેટબોલના વધુ પ્રમોશન માટે લીગ શું કામગીરી કરે છે તેની વાતો કરી હતી.
ન્યુ જર્સી લીડરશિપ પ્રોગ્રામના પ્રેસિડન્ટ અમિત જાનીએ પ્રિ-ગેમ રિસેપ્શનમાં જણાવ્યું હતું કે એનબીએ યુગમાં ઇન્ડિયન હેરિટેજ ડેની ઉજવણી કરવા માટે આપણે અહીં ઉપસ્થિત થયા છીએ, સાઉથ એશિયન અમેરિકન યુવાપેઢી ફક્ત ડોક્ટરો કે ઇજનેરો બને એટલું જ નહિ, પરંતુ તેઓ એનબીએમાં બાસ્કેટબોલ રમી શકે અથવા સરકાર-રાજકારણમાં સફળ કારકિર્દી બનાવી શકે તે ન્યુ જર્સી લીડરશિપ પ્રોગ્રામમાં આપણું ધ્યેય છે. મને આશા છે કે વધુ યુવાપેઢી ફેલોશિપ પ્રોગ્રામમાં અરજી કરશે.
ન્યુ જર્સી લીડરશિપ પ્રોગ્રામ બોર્ડ સભ્યો અમિત જાની, વાઇસ પ્રેસિડન્ટ ક્રિશ્ચિયન સ્ટાઉટ, ટ્રેઝરર હમઝાહ અબુશાબાન, 2016 ફેલો ભારતીય ગણેશ, 2017 ફેલો વરુણ સીતામરાજુ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. પેન્સિલવેનિયા, ન્યુ જર્સી, ન્યુ યોર્ક એરિયામાં સમુદાયના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ધ એક્સોડસ આટિસ્ટ્રી ડાન્સ કંપનીના રોહિત ગિરાજેના નેતૃત્વમાં બોલીવુડ ફયુઝન ડાન્સ રજૂ થયો હતો. (સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)