ફરી પાછા લોકપાલ તેમજ ભ્રષ્ટાચારના મુદાંને માટે અણ્ણા હઝારે 2 ઓકટોબરથી ભૂખ હડતાળ પર ઉતરશે…

0
826

જાણીતા લોકસેવક આદરણીય અણ્ણા હઝારે આવતી કાલે બીજી ઓકટોબર, ગાંધી જયંતીના દિવસથી ફરીવાર લોકપાલની નિમણુક અને દેશમાં સર્વવ્યાપી ભ્રષ્ટાચારની નાબૂદી માટે સરકારને પુનઃ જાગૃત કરવા માટે અનશન  શરૂ કરી રહયા છે. મહારાષ્ટ્રના રાળેગાંવસિધ્ધિ ખાતેથી તેઓ એ અનશન આંદોલન શરુ કરવાની ઘોષણા કરી હતી. ભારતમાં વકરી રહેલા ભ્રષ્ટાચારના દૂષણનો અંત લાવવા માટે લોકપાલના હોદા્ની નિયુક્તિ માટે તેમણે યુપીએ સરકારના સમયે દિલ્હીના રામલીલા મેદાનમાં ઉગ્ર આંદોલન છેડ્યું હતું. જેમાં અણ્ણાને  પ્રજાતાંત્રિક સમાધાન પાર્ટીને સમર્થન આપવા નામાંકિત મહાનુભાવે અને દેશ – વિદેશના નાગરિકો જોડાયા હતા. કિરણ બેદી, જનરલ વી કે સિંહ, યોગ ગુરુ બાબા રામદેવજી વગેરેનો તેમાં સમાવેશ થયો હતો.