ફરીથી ભારત- અમેરિકાના સંબંધો વણસ્યા 6 જુલાઈએ વોશગ્ટનમાં આયોજિત મંત્રણા રદ કરતું અમેરિકા – વિદેશમંત્રી સુષમા સ્વરાજ અને સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામન અમેરિકા જવાના હતા..

0
746

અમેરિકાએ પુનઃ બન્ને દેશો વચ્ચે થનારી મંત્રણા રદ કરી નાખી છે. આયાત – નિકાસ પરની ડયુટીના મામલે ઊભી થયેલી કડવાશનું આ પરિણામ છે. ભારત- અમેરિકા વચ્ચે ઉચ્ચકક્ષાની વાટાઘાટો થવાની હતી. પરંતુ વ્યાપાર અને ટેરિફના મુદ્દે સર્જાયેલા મતભેદોએ ઉગ્ર સ્વરૂપ લીધું છે. હવે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દાદાગીરી સામે ભારત પણ નમતું જોખવાના મુડમાં નથી ટ્રમ્પ વહીવટીતંત્રના આ પગલાં પરથી  એવું અનુમાન તારવવામાં આવે છે કે ટ્ર્મ્પ માટે ભારત પ્રાયોરિટી લિસ્ટમાં નથી. અમેરિકાના અધિકારીઓએ ભારતના વિદેશ અને રક્ષાા મંત્ર્યાલયને સ્પષ્ટપણે જણાવી દીધું છેકે, આગામી 6 જુલાઈના યોજાનારી ઉપરોક્ત મંક્ષણા અનિવાર્ય કારણોસર સ્થગિત કરવામાં આવી છે. વિદેશ મંત્ર્યાલયના પ્રવક્તા રવિશકુમારે ટવીટ કરીને માહિતી અાપી હતી કે, અમેરિકાના વિદેશપ્રધાન માઈક પોમ્પીઓએ સુષમા સ્વરાજ સાથે વાત કરી હતી અને મંત્રણા  સ્થગિત કરવા અંગે દુખ વ્યક્ત કર્યું હતું. બન્ને નેતાઓએ ટૂંક સમયમાં મંત્રણાની નવી તારીખો નક્કી કરવા બાબત સંમતિ દર્શાવી હતી. ભારતને અમેરિકા તરફથી બે બાજુથી પ્રતિબંધનો ભય છે. રશિયા સાથે એસ-400 મિસાઈલ સમજૂતી અને ઈરાન પાસેથી તેલ આયાત કરવાના મુદા્ અંગે નારાજ અમેરિકા વધુ પ્રતિબંધ મૂકશે એવું માનવામાં આવી રહ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જયારથી ભારતમાં હર્લી ડેવિડસનની બાઈક પર જકાત વધારવામાં આવી તે માટે વિરોધ પ્રગટ કર્યો ત્યારથી આયાત- નિકાસ પર લગાવાતી  ટેકસ ડયુટીના વિષયે ભારત- અમેરિકાના સંબંધોમાં ખટાશ આવવાની શરૂઆત થઈ હતી. 6 જુલાઇની બેઠક સ્થગિત કરવા પાછળ ટ્ર્મ્પનો ઈરાદો ભારત એમની પ્રાયોરિટીમાં નથી આવતું એ દર્શાવવાનો છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના સહયોગી દેશોનું અવારનવાર અપમાન કર્યું છે. કેનેડા, મેક્સિકો, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા અને યુરોપિયન યુનિયન- દરેકને ટ્રમ્પના રોષનો સામનો કરવો પડયો છે. ઉલ્લેખનીય છે કે ઈરાન સાથે અમેરિકાએ ન્યુ ક્લિયર ડિલ સમાપ્ત કર્યા બાદ ઈરાન પર કડક આર્થિક પ્રતિબંધો લગાવવાની શરૂઅાત કરી રહ્યું છે.અમેરિકાએ દુનિયાભરના રાષ્ટ્રોને ઈરાન પાસેથી તેલની આયાત નહિ કરવાની અપીલ કરી હતી. ભારત અને ચીન- બન્ને દેશો ઈરાન પાસેથી  વિપુલ જથ્થામાં તેલ આયાત કરનારા દેશો છે. અમેરિકાએ ભારતને પણ જણાવ્યું હતું કે, તે ઈરાન પાસેથી તેલની આયાત ન કરે. જો કે હજી સુધી ભારતે આ બાબત કશી પ્રતિક્રિયા વ્યક્ત કરી નથી.