પ.બંગાળમાં ત્રીજા તબક્કામાં પણ ૭૮ ટકા મતદાન

 

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મંગળવારે થયેલા ત્રીજા તબક્કાના મતદાન વચ્ચે કેટલાક સ્થાનો પર છૂટક હિંસા તથા ઉમેદવારો પર હુમલાની ઘટનાઓ સિવાય શાંતિપૂર્ણ મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કા માટે ૩ જિલ્લાની ૩૧ બેઠકો માટે ચૂંટણી પંચના જણાવ્યા  મુજબ ૭૭.૬૮ ટકા મતદાન થયું હતું. જ્યારે કેરળમાં ૨૦ બેઠકો માટે ૭૦.૨૯ ટકા, આસામમાં ત્રીજા અને અંતિમ તબક્કા માટે ૧૨૬ બેઠકો પૈકીની ૪૦ બેઠકો માટે ૮૨.૩૩ ટકા મતદાન થયું હતું. જ્યારે તામિલનાડુમાં ૬૫.૧૧ ટકા મતદાન નોંધાયું છે. પોંડીચેરી સહિત આજે ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ્લ ૪૭૫ વિધાનસભા બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું. પુડુચેરીમાં ૭૮.૯૦ ટકા મતદાન થયું હતું. આજના તબક્કા સામે તામિલનાડુ, કેરળ અને પોંડીચેરીમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ હતી