પ્રોજેક્ટ લાઈફના પ્રતિનિધિઓ અમેરિકા અને કેનેડાની મુલાકાતે આવશે

વિશ્વભરમાં સમાજના છેવાડના વિસ્તારોમાં વસતા જરૂરતમંદ લોકો સુધી મદદ પહોંચી શકે, તેમને સહારો મળે તેવા શુભ આશયથી કાર્યરત રાજકોટની સામાજિક સંસ્થા પ્રોજેકટ લાઇફના જોઇન્ટ એકઝીકયુટીવ ટ્રસ્ટી શ્રીમતી મિતલ કોટિચા શાહ અને ચીફ ડેવલપમેન્ટ ઓફીસર ઋષિકેશ પંડયા અમેરિકાના પ્રવાસે આવી રહયા છે. અમેરિકા સ્થિત પરીખ વલ્ડ્રવાઇડ મીડિયાના ચેરમેન અને પદ્મશ્રી ડૉ સુધીર પરીખના સુચન અને માર્ગદર્શન હેઠળ પ્રોજેકટ લાઇફના આ બંને હોદ્દાદારે અમેરિકાના જુદા જુદા રાજયોની મુલાકાત લેશે અને સંસ્થાના માનવકલ્યાણલક્ષી પ્રવૃત્તિઓ વિશે જાગૃતિ ફેલાવશે તેમ જ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.
આ બંને હોદ્દેદારો 16મી જૂને લોસ એન્જલસના બી.યુ પટેલની આગેવાનીમાં લોસ એન્જલસ. કેલિફોર્નિયા ખાતે યોજાયેલા સામાજિક મેળાવડા અને લાઇફ ઇન્ડિયા અંગેના પ્રેઝન્ટેશનમાં ભાગ લેશે.
16મી જૂને સામાજિક મેલાવડાનો તતા લાઇફ ઇન્ડિયા અંગેના પ્રેઝેન્ટેશનનો કાર્યક્રમ બપોરે 12-30 કલાકે કેલિફોર્નિયાના સનાતન ટેમ્પલ, નોરવોક ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં સ્પોન્સરર બી.યુ પટેલ છે અને ઉકાભાઇ સોલંકી, ડૉ ભાણજી કુંડારીયી, પોપટભાઇ સાવલા, મનહરભાઇ શાહ, ચીમનભાઇ અડિયલ, નવીનભાઇ, ગોવિંદભાઇ લાલાણી, ચંદ્રકાંતભાઇ, દિનેશ કંટારીયા તથા છેલ્લા 40 વર્ષોથી પ્રોજેકટ લાઇફના સહયાગીઓ જેમનો સાથ અને સહકાર મળતા રહયા છે. તેઓ પણ હાજર રહેશે. આ કાર્યક્રમની વધુ માહિતી માટે ડૉ ભાણજી કુંડારીયા અને ઋષિકેશ પંડયા ને સંપર્ર્ક કરી શકાય છે

પ્રોજેકટ લાઇફના પ્રતિનિધિઓ શેર એન્ડ કેરના ટ્રસ્ટીઓને તા 26ની જૂને મળશે અને પ્રોજેકટ લાઇફ દ્વારા હાથ ધરાયેલી મહિલા સશકિતકરણની પ્રવૃત્તિ વિશે માહિતી આપશે. તેઓ શેર એન્ડ કેર ફાઉન્ડેશનના ચેરમેન જયુ પરીખ ઉપરાંત કમિટિના ચેરપર્સન ડૉ. કેતકી શાહ, પ્રમુખ ડૉ શરદકુમાર શાહ વગેરેને મળસે. આ માનવતાવાદી પ્રવૃત્તિમાં ડૉ.સુધીર પરીખ પણ સક્રયિ ભાગ ભજવી રહયા છે.
તેઓ 27મી જુને ન્યુ જર્સીમાં પદ્મશ્રી ડૉ સુધીર પરીખના અધ્યક્ષ સ્થાને યોજાનાર લાઇફ ગ્લોબલના લોન્ચિગ કાર્યક્રમમાં હાજરી આપશે.

મુખ્ય કાર્યક્રમ લાઇફ ગ્લોબલના લોન્ચિંગનો છે. 27મી જૂને આ કાર્યક્રમ સાંજે 5 વાગ્યે રોયલ આલ્બર્ટ પેલેસ, ન્યુ જર્સી 08863 ખાતે યોજાશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ડૉ સુધીર પરીખ રહેશે. આ ઇવેન્ટને ડૉ પરીખે સ્પેન્સર કરી છે જયારે તેમાં ડૉ. અરૂણ પાલખીવાલા, ડૉ મહેશ વારીયા અને અમર શાહનો સહયોગ મળી રહયો છે. આ કાર્યક્રમ તેમજ ના કાર્યક્રમ સંદર્ભે અમર શાહ અને ઋષિકેશ પંડયા ને સંપર્ર્ક કરી શકાય છે