પ્રોજેક્ટ ટાઈગરને ૫૦ વર્ષ પૂર્ણ: પીએમ મોદીએ જાહેર કર્યા વાઘની વસ્તીના આંકડા

કર્ણાટકઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની મુલાકાત કરી હતી. અહીં પ્રોજેક્ટ ટાઈગરના ૫૦ વર્ષ પૂરા થવાની તકે તેઓએ બાંદીપુર ટાઈગર રિઝર્વ જંગલમાં સફારીનો આનંદ પણ ઉઠાવ્યો હતો. તેઓ બાંદીપર ટાઈગર રિઝર્વ પહોંચ્યા હતા અને પછી થેપ્પાકડૂના એલિફન્ટ કેમ્પ પણ પહોંચ્યા હતા. પ્રોજેક્ટ ટાઈગરના પચાસ વર્ષ પૂર્ણ થતા તેઓએ ઈનેટરનેશનલ બીગ કેટ અલાઉન્ટ પણ લોન્ચ કર્યુ હતુ. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એલિફ્ન્ટ વ્હિસ્પર્સ ચર અને ક્રિએચર વચ્ચેના અદભૂત સંબંધોની આપણી વિરાસતને દર્શાવે છે. વડાપ્રધાન મોદીએ એવું કહ્યું કે, જે એલિફન્ટ વ્હિસ્પર્સ ડોકયુમેન્ટ્રીને ઓસ્કાર એવોર્ડ મળ્યો એ પણ નેચર અને ક્રિએચર વચ્ચેના અદભૂત સંબંધોની આપણી વિરાસતને દર્શાવે છે. મારો આગ્રહ છે કે, તમે (વિદેશી ગણમાન્ય લોકો) અમારા આદિવાસી સમાજના જીવન અને પંરાપરાને પોતાના દેશ તથા સમાજ માટે કંઈક ને કંઈક નવું લઈને જાઓ.
વડાપ્રધાન મોદીએ પ્રોજેક્ટ ટાઈગરના પચાસ વર્ષ પૂર્ણ થતા કહ્યું કે, બીગ કેટ્સના કારણે ટાઈગર રિઝર્વમાં પર્યટકોની સંખ્યામાં વધારો થયો છે અને આના કારણે સ્થાનિક અર્થવ્યવસ્થાને મજબૂતી મળી છે. બીગ કેટ્સની હાજરીએ દરેક જગ્યાએ સ્થાનિક લોકોનાં જીવન અને ત્યાંની ઈકોલોજી પર સકારાત્મક અસર પાડી છે. આ આપણાં લોકો માટે વધુ સુખદ છે કે જે સમયે આપણે આપણી આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કર્યા છે એ જ સમયે દુનિયામાં વાઘોની લગભગ ૭૫ ટકા વસતી ભારતમાં જ છે. વડાપ્રધાન મોદીએ સભાને સંબોધતા કહ્યું કે, આપણે સૌ એક મહત્વપૂર્ણ પડાવના સાક્ષી બની રહ્યા છીએ, પ્રોજેક્ટ ટાઈગરને ૫૦ વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ભારતે ન માત્ર વાઘને બચાવ્યા છે પણ સાથો સાથ એમને વિકસિત થવા માટે ખૂબ જ સુંદર ઈકો સિસ્મટ આપી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સૌથી પહેલાં હું તમારી ક્ષમા માગુ છું. હું સવારે છ વાગે ચાલ્યો ગયો હતો અને મને લાગ્યું હતું કે હું સમયસર પરત આવી જઈશ, પણ મને એક કલાક મોડુ થઈ ગયું. તમારે સૌએ મારી રાહ જોવી પડી એના માટે માફી માગુ છું. આ દરમિયાન વડાપ્રધાને વાઘોની સંખ્યાનો લેટેસ્ટ આંકડો પણ જાહેર કર્યો હતો. વર્ષ ૨૦૨૨માં દેશમાં વાઘોની સંખ્યા ૩૧૬૭ હતી. છેલ્લાં ચાર વર્ષમાં વાઘની સંખ્યા ૨૦૦ વધી છે. આ પહેલાં ૨૦૧૮માં આ આંકડો ૨૯૬૭ હતી. વડાપ્રધાન મોદીએ પ્રોજેક્ટ ટાઈગના ૫૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે એક સ્મારક સિક્કો પણ જાહેર કર્યો અને ઈન્ટરનેશનલ બિગ કેટ્સ અલાયન્સની શરુઆત કરી. જેમાં એવા દેશ સામેલ છે કે જ્યાં માર્જાર પ્રજાતિના સાત પશુ-વાઘ, શેર, હિમ ચિત્તા, પુમા, જગુઆર અને ચિત્તા જોવા મળે છે. આ સંગઠન પશુઓના સંરક્ષણ તથા સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરશે. વડાપ્રધાને તમિલનાડુના મુદુમલાઈ નેશનલ પાર્કની પણ મુલાકાત કરી હતી. તેઓએ અહીં હાથીઓને ખાવાનું પણ ખવડાવ્યું હતું. એ પછી તેઓએ ટ્વિટર પર લખ્યું કે, જેમ કે મેં ગઈ કાલે મારા ભાષણમાં કહ્યું હતું કે મને તમિલ ભાષા, તમિલ સંસ્કૃતિ અને ચેન્નઈના માહોલ ખૂબ જ પસંગ છે. આ સિવાય વડાપ્રધાને જંગલ સફારીની તસવીરો પણ ટ્વિટ કરી હતી. સાથે જ લખ્યું કે, સવારનો સુંદર સમય બાંદીપુરા ટાઈગર રિઝર્વમાં પસાર કર્યો અને ભારતના વન્ય જીવન, પ્રાકૃતિક સુંદરતા અને વિવિધતાની ઝલક જોઈ. વડાપ્રધાન મોદી ટાઈગર રિઝર્વ બાદ થેપ્પાકડૂના એલિફન્ટ કેમ્પમાં પહોંચ્યા હતા અને અહીં પોતાના હાથે હાથીઓને શેરડી પણ ખવડાવી હતી. મહત્વનું છે કે, બાંદીપુર ટાઈગર રિઝર્વને ૧૯૭૩માં પ્રોજેક્ટ ટાઈગર હેઠળ લાવવામાં આવ્યું હતું. એ પછી કેટલાંક નજીકના અનામત વન ક્ષેત્રોને ૮૮૦.૦૨ વર્ગ કિલોમીટર સુધી ફેલાયેલા રિઝર્વને જોડવામાં આવ્યું હતું. બાંદીપુર ટાઈગર રિઝર્વના નિયંત્રણમાં આજે ૯૧૨.૦૪ વર્ગ કિમી વિસ્તારમાં આવેલું છે.