પ્રોજેક્ટ કેના શૂટિંગ દરમિયાન મહાનાયક અમિતાભ બચ્ચન થયા ઘાયલ

 

મુંબઇઃ મહાનાયક અમિતાભ બચ્ચના ફેન્સ માટે ઍક ખરાબ સમાચાર આવ્યા છે. હૈદરાબાદમાં શુટિંગ સમયે બીગ બી ઇજાગ્રસ્ત થયા છે. ઍક્શન સીન કરતી વખતે અમિતાભ બચ્ચનને ઇજા થઇ હતી. બચ્ચન ઇજાગ્રસ્ત થતાં શુટિંગ કેન્સલ કરવામાં આવી છે. બિગ બી હાલ અન્ડર ઓબ્ઝર્વેશન છે, તેમની સારવાર ચાલી રહી છે. અંગે ઍક વેબ પોર્ટલ પરથી મળતી માહિતી મુજબ અમિતાભ બચ્ચને જાતે અંગે તેમના ફેન્સને જાણ કરી છે. તેમણે કહ્નાં છે કે, હૈદરાબાદમાંપ્રોજેક્ટ કે’ના શુટિંગ દરમિયાન તેઓ જખ્મી થયા છે. અકસ્માત ઍક ઍક્શન સિન શૂટ કરતી વખતે થયો છે. તેમને પાંસળીઓમાં ઇજા પહોંચી છે. તેમણે જણાવ્યું કે તેમની રિબ કાર્ટિલેજ પોપ થઇ ગઇ છે. અને જમણી બાજુની રિબ કેજની બાજુમાં આવેલ માંસપેશીઓ ફાંટી ગઇ છે. તેઓ ઇજાગ્રસ્ત થતાં શુટિંગ બંધ કરવામાં આવ્યું છે. હૈદરાબાદના AIG હોસ્પિટલમાં અમિતાભ બચ્ચનનું સિટી સ્કેન કરવામાં આવ્યું હતું. ચેકઅપ પછી બિગ બી ઘરે પાછા આવી ગયા છે.