પ્રિ-પ્રાઇમરી અને પ્રાઇમરી શિક્ષણથી જ બાળકને સક્ષમ બનાવવાનો નવતર અભિગમ

કલાપી અને દાલિયા ગ્રુપ દ્વારા ગુજરાતમાં છેલ્લાં 25 વર્ષથી શિક્ષણમાં અગ્રેસર બ્રાન્ડ્સ સાથે મળીને 21મી સદીનું આઇડિયા, ઇનોવેશન, સેલ્ફ કોન્ફિડન્સ, સ્કિલ તેમ જ વિશ્વની શ્રેષ્ઠ ટેક્નોલોજી સાથેના શિક્ષણની અમદાવાદમાં નવી શરૂઆત થઈ રહી છે. તસવીરમાં કલાપી એજ્યુકેશન ગ્રુપના ડાયરેક્ટર મનીષ રાવલ, સોલારિસ પબ્લિક સ્કૂલના ડાયરેક્ટર અલ્પિત મણિયાર સહિત અગ્રણીઓ. (ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)

અમદાવાદઃ અમદાવાદમાં કલાપી અને દાલિયા ગ્રુપ દ્વારા ગુજરાતમાં શ્રેષ્ઠ એકેડેમિક અને ટેક્નોલોજીના શિક્ષણ માટે છેલ્લાં 25 વર્ષથી શિક્ષણમાં અગ્રેસર બ્રાન્ડ્સ સાથે મળીને 21મી સદીના આઇડિયા, ઇનોવેશન, સેલ્ફ કોન્ફિડન્સ, સ્કિલ તેમ જ વિશ્વની શ્રેષ્ઠ ટેક્નોલોજી સાથેના શિક્ષણની નવી શરૂઆત થઈ છે, જેમાં સોલારિસ કિડ્સ, આઇઆઇટી નર્સરી તેમ જ ફલોરા-9 જેવી ત્રણ બ્રાન્ડ્સ 3થી 14 વર્ષના બાળકોને પ્રિ-પ્રાઇમરી અને પ્રાઇમરીનું વિશ્વકક્ષાનું શિક્ષણ આપશે.
કલાપી એજ્યુકેશન ગ્રુપના ડાયરેક્ટર મનીષ રાવલે જણાવ્યું કે, આપણી વર્ષો જૂની ગુરુકુલમ પદ્ધતિ ગીતા, રામાયણ, મહાભારત, ઉપનિષદ અને ચાર વેદોના જ્ઞાનનું પ્રાથમિક જ્ઞાન અમે બાળકોને આપી આપણી ભારતીય સંસ્કૃતિની ઓળખ કરાવીશું. આ પ્રકારનું શિક્ષણ ભારતમાં સૌપ્રથમ વાર શરૂ થઈ રહ્યું છે. અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુરોપ જેવા વિકસિત દેશોની શિક્ષણ પદ્ધતિ અને ભારતમાં ચાલી રહેલી શિક્ષણ પદ્ધતિ વચ્ચે 10 વર્ષની ઊંડી ખાઈ છે, તે પુરાય તે હેતુથી આ સ્કૂલ શરૂ કરીને વિકસિત દેશોની શિક્ષણ પ્રણાલી ભારતીય વિદ્યાર્થીઓને મળી રહે તેવો અમારો પ્રયાસ છે.
સોલારિસ પબ્લિક સ્કૂલના ડાયરેક્ટર અલ્પિત મણિયારે જણાવ્યું હતું કે, બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાનો પાયો બાંધવા લાગણી અને લોજિક (તર્ક) દ્વારા જમણા અને ડાબા બ્રેઇનનો ઉપયોગ સરખી રીતે કરી શકે તેવી ભારતમાં અમારી સૌપ્રથમ શિક્ષણની શરૂઆત છે. શ્રેષ્ઠ શિક્ષકોને વર્ષમાં ત્રણ વાર ટ્રેનિંગ અને ડિબેટ સેશન રાખી આજના યુગમાં સતત પરિવર્તનશીલ શિક્ષણ આપી સફળતાના સારથિઓ તૈયાર થાય તેવી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગ સ્કૂલમાં બનાવ્યો છે.
ર્ગ્શ્વીજ્ઞ્ઁણુંરૂના ડાયરેક્ટર આલોક હુરરા દ્વારા તૈયાર કરવામાં આવેલી 8-મલ્ટિપલ ઇન્ટેલિજન્સ થિયરી કે જે હાર્વડ ગાર્ડનરે આપી છે, તેના દ્વારા ભવિષ્યમાં બાળકોને માનસિક અને શારીરિક ક્ષમતા પ્રમાણેનો સર્વાંગી વિકાસનો પથ નક્કી કરવા અનુભવી તજ્જ્ઞો દ્વારા કાઉન્સેલિંગ આપવામાં આવશે.
ફ્લાયઇંગ કલર – પૂના (ભૂપેશભાઈ) અને ગૌરાંગ ઓઝા (મેથ્સ સાયન્ટિસ્ટ) દ્વારા તૈયાર કરવામાં આવેલી મેથ્સલેબ, અબાકસ, વૈદિક-ગણિત દ્વારા પાયાથી ગણિત અને તર્કશક્તિનો અભ્યાસ બાળકોને શીખવાડાશે. ગજેન્દ્ર ત્રિવેદી હેન્ડરાઇટિંગ એક્સપર્ટ દ્વારા રાષ્ટ્રીય, પ્રાંતીય અને વિદેશી ભાષાના પ્રભુત્વ માટે લેન્ગવેજ લેબ સ્કૂલમાં તૈયાર કરાઈ છે. નીલેશભાઈ ત્રિવેદી અને સતીશ પંચાલ દ્વારા ફ્લોરા-9 અને આઇઆઇટી નર્સરીનું ટેક્નોલાજીસભર શિક્ષણ સાથે રમત-ગમતનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રિ-સ્કૂલમાં સંપૂર્ણ મોન્ટેસરી શિક્ષણ ગિજુભાઈ બધેકા (મુછાળી મા)ની બુકોમાંથી બનાવેલુ કરિક્યુલમ મોના રાવલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
રોબોટિક્સ જેવી એક્ટિવિટીથી બેઝિક એન્જિનિયરિંગનો કોન્સેપ્ટ સમજાવી સ્કિલ ઇન્ડિયા માટે બાળકોને સક્ષમ બનાવવા ત્-ર્લ્ષ્ટીશ્વસ્ર્ત્ર્ જેવી બ્રાન્ડ સાથે મળીને ધોરણ 6, 7, 8ના વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગનું પ્રેક્ટિકલ જ્ઞાન અપાશે. કલાપી અને દાલિયા ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ બાળપણથી બાળકને શિક્ષણ સાથે સંસ્કાર અને સંયમ શીખવીને નવી ટેક્નોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે તેવી નવી પેઢીની સમાજને ભેટ આપવાનો છે.