પ્રિયંકા ચોપરા પછી રાધિકા આપ્ટે પણ હોલીવુડની ફિલ્મમાં


પ્રિયંકા ચોપરા પછી રાધિકા આપ્ટે પણ હોલીવુડની ફિલ્મોમાં અભિનય કરશે. હોલીવુડની સિલ્વર સ્ક્રીન પર રાધિકા બ્રિટિશ જાસૂસનું પાત્ર અદા કરશે. અખબારી અહેવાલ મુજબ રાધિકાએ ‘ધ વેડિંગ ગેસ્ટ’ પછી અન્ય એક હોલીવુડની ફિલ્મ સાઇન કરી છે. બીજા વિશ્વયુદ્ધ પર આધારિત આ ફિલ્મ મહિલાપ્રધાન ફિલ્મ છે. વિન્સ્ટન ચર્ચિલની સિક્રેટ આર્મીના જાસૂસોની અસલી કથા પર આધારિત આ ફિલ્મ હશે. આ ફિલ્મમાં રાધિકા ભારતીય મૂળની નૂર ઇનાયત ખાનના પાત્રમાં જોવા મળશે. નૂર ઇનાયત ખાન પ્રથમ વાયરલેસ ઓપરેટર અને બ્રિટીશ જાસૂસ હતી.