પ્રિયંકા ચોપરાનો શો ‘ક્વાન્ટિકો’ બંધ થશે


બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપરાનો શો ‘ક્વાન્ટિકો’ હવે બંધ થશે. ટીવી ચેનલ એબીસી પર આવતા આ શોની છેલ્લી સીઝન હોવાની જાહેરાત કરાઈ છે. સતત ત્રણ સીઝન પછી હવે આ અંતિમ સીઝન હોવાનું જણાવાયું છે. ‘ક્વાન્ટિકો’ની ત્રણ સીઝનમાં પ્રિયંકાએ પોલીસ અધિકારી એલેક્સની ભૂમિકા અદા કરી અમેરિકન ટેલિવિઝન પર પોતાનો દબદબો જાળવ્યો હતો. ગત બે સીઝનમાં 22 એપિસોડ હતા, જ્યારે અંતિમ સીઝનમાં માત્ર 13 એપિસોડ છે. માત્ર 30 લાખ દર્શકોએ આ શો નિહાળ્યો હોવાથી તેની સીઝન આગળ ન વધારવાનો નિર્ણય થયો છે. આ શો 2015માં શરૂ થયો હતો.
પ્રિયંકા બે વર્ષના બ્રેક પછી બોલીવુડમાં પાછી આવી રહી છે. તે અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ‘ભારત’માં સલમાન ખાન સાથે નજરે પડશે.