પ્રિયંકા ચોપરાનું બોયફ્રેન્ડ નિકોલસ જેરી જોનાસ સાથે ભારતમાં આગમન

0
904

અમેરિકન ટીવી સિરિઝ  તેમજ હોલીવુડની ફિલ્મમાં ભૂમિકા ભજવીને બોલીવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપરાે લોકપ્રિયતા અને પ્રતિષ્ઠા હાંસલ કરી છે. હિન્દી ફિલ્મોમાં પણ તેનું યોગદાન પ્રશંસનીય રહ્યું છે. તાજેતરમાં પ્રિયંકા ચોપરા ગાયક, અભિનેતા અને સંગીત નિયોજક  નિકોલસ જેરી જોનાસ ( નિક જોનાસ ) સાથે મુંબઈ આવી હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. નિક સાથેની પ્રિયંકાની મૈત્રી અને્ નિકટતા અંગે પ્રચાર માધ્યમોમાં અનેકવાર અહેવાલો પ્રગટ થયાં છે. પ્રિયંકા ચોપરા(35 વરસ) એનાથી દસવર્ષ નાની વયના નિક જોનાસ ( 25 વરસ ) સાથે પ્રેમ સંબંધ ધરાવે છે અને યુગલ લગ્ન કરશે એવી અટકળો  થઈ રહી છે. પ્રિયંકા અને નિક જોનાસ – બન્ને પ્રતિભાશાળી છે. બન્ને જણાએ પોતપોતાના કાર્યક્ષેત્રમાં પ્રતિષ્ઠા અને આદર મેળવ્યાં છે. નિક એના પ્રિયંકા સાથેના સંબંધ બાબતે ખૂબ જ ગંભીર હોવાનું તેમજ પરસ્પરના મૈત્રીસંબંધને એક ચોક્કસ દરજ્જો આપવાનું ઈચ્છે છે એવું બોલીવુડનવા આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.